દાઉદી વ્હોરા સમાજ દ્વારા માતમની મજલીસ, વાયઝના કાર્યક્રમો યોજાયા

577

હઝરત ઈમામ હુસૈનની શાહતનો દિવસ કે જે યવ મે આશુરા તરીકે ઓળખાય છે. જે મોહરમ મહિનાની ૧૦મી તારીખ છે, આ દિવસે ૧૪૦૦ વર્ષ પહેલા સત્ય માટે ઈમામ હુસૈન તથા એમના ૭ર અસહાબોએ શહાદત વ્હોરી લીધી હતી. દાઉદી વ્હોરા સમાજ દ્વારા માતમની  મજલીસ તથા વાયઝ (કથા) રાખવામાં આવી હતી. આજે સમગ્ર સમાજ દ્વારા વેપાર-રોજગાર બંધ રાખી આજે વહેલી સવારથી જ વ્હોરા સમાજના લોકો વાઈઝ, મીજલીસમાં જોડાયા હતાં. સમસ્ત દાઉદી વ્હોરા સમાજ દ્વારા મોહરમ મહિનાના પ્રથમ ૧૦ દિવસ જનાબ આમીલ સાહેબ દ્વારા ઈમામ હુસેનની દુઃખ ભરતી દાસ્તાન વકત કરવામાં આવે છે. તથા માતમની મજલીસ અને બુકા કરવામાં આવે છે.  આ વર્ષ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના આલીકદર મફદલ સૈફુદીન સાહેબના નેતૃત્વ હેઠળ કોલંબો (શ્રીલંકા) ખાતે ૧૦ દિવસ આ કથા કરવામાં આવી હતી. જેમાં બધા શહિદોને યાદ કરવામાં આવેલ તેમજ તેમના ઉપર ગુજારાએલા અત્યાચારો અને માનવતાને ઘાયલ કરી દેનાર દુર વ્યવહાર તથા ઈમામ હુસૈનની શહાદત ઘટના વર્ણાવાઈ હતી.

Previous articleભાવનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ
Next articleગઢડા ખાતે જળજીલણી એકાદશી સમૈયામાં રૂપાણી ઉપસ્થિતિ