ભાવનગર શહેરના ગણેશ મહોત્સવમાં ભાવિકો ઉમટ્યા

516

ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવના ભવ્યાતિ ભવ્ય આયોજનો થઈ રહ્યા છે જેમાં વિવિધ કાર્યક્રમોની સાથે થાળ અને મહા આરતી પણ કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવિકો દર્શન અને આરતીનો લાભ લઈ રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનો પણ ગણેશ ઉત્સવમાં પહોંચી રહ્યા છે. કાળીયાબીડ વિસ્તારમાં આવેલ રધ્ધિ સિધ્ધિ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થાળ, સંબ્ધ્યા આરતી, અને દરરોજ રાત્રીના અવનવા સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોની આયોજન થઈ રહ્યું છે.  જેની વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે. વડવા પાદર દેવકી ચોક ખાતે વડવા પાદર દેવકી યુવક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં  આરતી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.  અને છપ્પન ભોગ, સત્સંગ મંડળ, સંતો, મહંતોની મહાઆરતીના કાર્યક્રમો યોજાશે. જેનું વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે.પાનવાડી ચોક ખાતે આવેલ વિર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિસર્જન ૧ર-૯ના રોજ થનાર છે.

Previous articleલોખંડ બજાર સ્વામિ મંદિરે ઠાકરોજીનો નૌકાવિહાર
Next articleહવે દબંગ-૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થશે