લોકશાહી કરતા પક્ષાપક્ષીથી પ્રજા કોરાણે, વિધાનસભાની ભવ્ય પરંપરા યાદ કરવા જેવી !!
રાજ્યમાં ચૂંટાયેલા ધારાસભ્યો મળીને વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરી યોગ્ય-તંદુરસ્ત ચર્ચા ચેક એન્ડ બેલેન્સ જેવી અદ્દભૂત રચના એટલે વિધાનસભા અને તેમાં જવાબ આપવો પડતો હોવાથી એક ભય રહેલો હવે પક્ષાપક્ષી અને પોતાનો જ પક્ષ રાખી દઈને પ્રજાને છેવાડે-કોરાણે-હાંશીયામાં ધકેલી માત્રને માત્ર એક પ્રક્રિયા-મશીનની જેમ ચાલતી પ્રક્રિયાથી લોકશાહીની ભવ્ય પરંપરાઓ આજે ભુલાતી જાય છે. નટવરલાલ શાહ જેવા અધ્યક્ષ પણ પક્ષ પાર્ટીમાંથી આવેલા હતા પરંતુ જેવા અધ્યક્ષની ખુરશી પર બેઠા કે તરત જ તેમણે અનુસરી શકાય એવી અનેક પરંપરાઓ દુરોગામી નિર્ણયો દ્વારા તે ખુરશીનું એક સન્માન ઉભુ કર્યુ તેવું જ અનેક અધ્યક્ષો બે ઓછા વત્તા પ્રમાણમાં તેનું સ્થાન અને નિર્ણયો તથા પરંપરા ઉભી કરી પ્રજાને વિશ્વાસ અપાવી શક્યા હતા કે તેમની ચિંતા વિધાનસભામાં થાય છે. પરંતુ સમય જતા વિધાનસભાની પરંપરાઓ જ ઓછી થવા લાગી જરૂર હોય તેટલા જ દિવસ વિધાનસભા બોલાવવાની નવી પરંપરા ઉભી થઈ જેથી જવાબો આપવા જ પડે અને સ્થિતિ પછી બદલાતી ગઈ. ધારાસભ્યો એવા કે વિધાનસભાની નિયમો, જ્ઞાન વગેરેમાં ગુણવત્તા વાળા આવતા ગયા તેમાંથી રાજકિય કમ્પલશન મળે એકને અધ્યક્ષ બનાવવા પડ્યા અને પછી આજે એ દશા આવી છે કે ભવ્ય પરંપરાઓને જોઈને જ બેસી રહેવાનું !!
ધારાસભ્યો પાસેની જડીબુટ્ટીથી થોડા જ વર્ષોમાં લખપતિને કરોડપતિ બનાવી શકાય છે !!
રાજકારણ સૌથી સારો રસ્તો પૈસાદાર થવાનો હોય તેમ લગભગ સાબીત થઈ ગયું છે. મોંઘવારી વધે તેની કરતા લગભગ ૧૦૦ ગણી ઝડપી સમાજના કહેવાતા સેવકો, ધારાસભ્યો કે સંસદ સભ્યોની પુંજીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે એક સદગૃહસ્યને કહેતા સાંભળ્યા કે ધારાસભ્યો પાસે એવી કઈ જડીબુટ્ટી છે કે તેના થોડાક વર્ષો ગાળામાં મોટી મોટી લક્ઝુરીયસ, ગાડી, બંગલા, ફાર્મહાઉસ બધુ આવી જાય છે ! અને વાત પણ સાચી છે. એવા કે ધારાસભ્યોના ઉદાહરણ આપી શકાય તેમ છે !! કે પહેલા શું હતું અને આજે દસ, પંદર કે વીસ વર્ષ તેમની પાસે કોઈ ઉદ્યોગ લાવ્યા વગર જ અઢળક સંપતિ આવી ગઈ હોય ક્યાંથી ? કેશુભાઈની શરૂઆતથી સરકારમાં મોટાભાગના ધારાસભ્યો પાસે મોડ સ્કુટર હતા. રાજકિય હોદ્દે માત્ર એમ્બેસેડર કે ઓફિસની ગાડી મળે તે પુરતો હતો. અરે મંત્રીને પણ ચૂંટણીઓના સમયે ખાનગી ગાડીની વ્યવસ્થા કરવી ભારે પડતી હતી, કોઈને કહેવું પડતું હતું ધારાસભ્યો કર્મચારીને એમાં ક્વાર્ટર સુધી મુકી જવા વિનંતી કરતા જોવા મળતા હતા. તેમાં બાબુભાઈ, મહેન્દ્ર મશરૂ, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા અનેક નામ આપફી શકાય જેમને સ્કુટર પાછળ બેસી જતા જોયેલા છે. વિધાનસભા ચાલુ થતી ત્યારે એમ.એલ.બી. ક્વાર્ટરથી એક એસ.ટી.ની બસની વ્યવસ્થા કરાતી જે વિધાનસભા શરૂ થાય ત્યારે લઈ આવતી અનેક વિધાનસભા પુરી થાય ત્યારે લઈ જતી આજે પરિસ્થિતિ એવી છે કે સામાન્ય-ગાડીવાળો કોઈ સભ્ય ભાગ્યે જ જોવા મળે છે. લક્ષ્મીની કૃપા થઈ જાય તેવી કઈ જડીબુટ્ટી તે જોવું રહ્યું !!
વિધાનસભા પછી ફરી કેબીનેટના પક્ષો રચાશે, રહી ગયેલા ફરી આક્રમક થશે કે કેમ !!
ભાજપની સરકાર આવી ત્યારથી પ્રધાનપદના દાવેદારો એટલા વધી ગયા છે કે ધારાસભ્યોની સોગંદવિધિ જેવી પ્રક્રિયા પણ એક મહિનાથી થઈ ગઈ હતી અને આની આગળની સરકારમાં સચિવોની ફોજ ઉભી કરવી પડી હતી. ભાજપમાં નો રીપીટ થીયરીને કારણે સિનિયરોની સંખ્યા ઘટતી હતી. જેથી દાવેદારોની સંખ્યા પણ ઓછી રહેતી એ જોઈએ તો કોંગ્રેસમાંથી લેવાયેલા કેટલાક જેમને ધારાસભ્ય બન્યા પછી મંત્રી બનાવવા પડે તેમ છે. નહીં તો બે-પાંચનું હોવું અલગ પડી જાય તો ભાજપને લેવાના દેવા પડી જાય તેવી છે. વિધાનસભામાં એક સિનિયર ધારાસભ્યને એક વકીલે કહ્યું પણ હતું. ચિમનભાઈ હોત તો આજે દસ જણાને લઈને તને ચીફ મીનીસ્ટર બનાવી દેત ત્યારે તે ધારાસભ્યો ઈન્કાર કરવા તે બદલે હસીને જવાબ આપ્યો હતો કે આ પણ બનાવશે ! આમ સિનિયરો અને મહાત્વાકાંક્ષી ધારાસભ્યો ઉપરાંત હવે ભાજપમાં પણ કોંગ્રેસ-ભાજપ અન્યો જેમને અન્યથી બોલાવી ટીકીટ આપી હોય તેવા મિશ્ર પ્રજાતિ છે તે ગમે ત્યારે બળવો કરી શકે તેમ છે. વળી પહેલા બે નંબરમાં પણ પક્ષ લગભગ બે ભાગમાં વહેંચાયેલો તો છે આમ ગમે ત્યારે કંઈ પણ થઈ શકે. વળી ભાજપની ગુજરાતમાં દશા જોતા હવે બધાને છેલ્લો ચાન્સ લાગે છે. જેથી ધીરજ પુરી ગઈ હોય તે પણ સ્વાભાવિક છે એટલે વિધાનસભા પછી ફરી એકવાર રાજકારણ ગરમી પડશે તે નક્કી છે !
કોંગ્રેસમાં વૈધ્ધાંતિક બાબતોના જાણકાર સભ્યોની કમી સ્પષ્ટ દેખાઈ આવે છે !!
વિધાનસભામાં પક્ષમાં સંસદીય બાબતો, વૈધ્ધાંતિક બાબતો જાણકાર સભ્યો હોય ત્યારે ચર્ચાનું સ્તર એક અલગ જ દિશામાં હોય છે. સાંભળનાર પણ સતર્ક જવાબ આપનાર પણ સતર્ક હોય છે. વિધાનસભાના કર્મચારી-અધિકારીઓ હોય કે સચિવ-અધ્યક્ષ બધાને કાન સરવા હોય છે. ક્યારે ક્યો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠશે કે વાંધો નિયમોના અંતર્ગત આવશે તેની ચિંતા હોય છે. આજે શક્તિસિંહ જેવા વૈધ્ધાંતિક બાબતોના જાણકારની ખોટ કોંગ્રેસમાં પડી રહી છે તથા નવા સભ્યોને હજુ અભ્યાસ કરી તૈયાર કરવા જોઈએ. સ્તર જે હોવું જોઈએ તે જામી શકતું નથી નહીં તો વિધાનસભાની ચોપડીઓ, નિયમોના નિયમો, પરંપરાઓ જુના અધ્યક્ષના નિર્ણયો જેવી અનેક બાબતો સાથે તંદુરસ્ત ચર્ચાનો જવાબ આપવો અધ્યક્ષ માટે પણ એક સમયે અઘરો બની જતો તેવી પરંપરા આ વખતે બની શકી નથી. ચર્ચા-પરંપરા-નબળા સ્તરના ગણીએ તો યોગ્ય ગણાશે !!