ભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ

345

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે છેલ્લા બે સપ્તાહની તુલનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં ઘટાડો થયો છે. સાથોસાથ તેઓએ ફરી એકવાર કહ્યું કે, ’જો દક્ષિણ એશિયાના બંને પડોસી દેશો ઈચ્છે તો મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું.’ ૨૬ ઑગસ્ટે ફ્રાન્સમાં યોજાયેલી ય્૭ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના બે સપ્તાહ બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને દ્રઢતાથી કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે, તમે જાણો છો કે કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાનમાં ટકરાવ છે. મારું માનવું છે કે બે સપ્તાહ પહેલા બંને પડોસી દેશોમાં જેટલો તણાવ હતો તેમાં હવે ઘટાડો થયો છે. નોંધનીય છે કે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ ૩૭૦ (છિૈંષ્ઠઙ્મી ૩૭૦)ને સમાપ્ત કરી દીધો છે. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધી ગયો હતો, જે સમય જતાં ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની અનેકવાર ઈચ્છા જાહેર કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મધ્યસ્થતા કરવાની ઈચ્છા જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિ વિશે એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મને બંને દેશોનો સાથ ખૂબ જ પસંદ છે. જો બંને દેશો ઈચ્છે તો હું તેમની મદદ કરવા તૈયાર છું. બંને દેશ જાણે છે કે તેમની સામે મધ્યસ્થતાનો પ્રસ્તાવ છે. આ પહેલા જુલાઈ ૨૦૧૯માં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન)ના અમેરિકાના પ્રવાસ સમયે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે આ પ્રસ્તાવને તાત્કાલીક નકારી દીધો હતો.

Previous articleટેસ્ટ ઓપનિંગ બેટ્‌સમેનના રૂપમાં રોહિતના નામ પર વિચાર થશેઃ એમએસકે પ્રસાદ
Next articleઅમેરિકા ૨૬ અને રશિયા પણ ૧૪ વખત ફ્લોપ રહ્યા