પક્ષ વિરોધી પ્રવૃત્તિના રિપોર્ટના વિલંબથી રાહુલ ગેહલોત પર લાલઘૂમ

697
guj532018-5.jpg

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યો છે ત્યારે હજુ સુધી કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સામે શિસ્તભંગના કોઇ પગલાં લેવાયા નથી. જેને લઇને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે પ્રભારી અશોક ગેહલોત પાસે રીપોર્ટ મંગાવ્યો છે.   વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોને ખાતરી આપી હતી કે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે પગલાં ભરાશે અને જેમણે સારી કામગીરી કરી છે તેને પ્રમોશન પણ આપવામાં આવશે. જો કે ત્રણ મહિના જેટલો સમય વિતવા છતાં હજુ સુધી પ્રદેશ સ્તરેથી એક પણ નેતા કે હોદ્દેદાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રભારી અશોક ગેહલોત પાસે રીપોર્ટ મંગાવ્યો છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો સામે પગલાં ભરવાના હતા. આ અંગેનો રિપોર્ટ તૈયાર થયાના ૨ મહિના બાદ ૪૫ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને આ અંગે પાંચ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું હતું. જોકે નોટિસ આપ્યા બાદ આજદિન સુધી કોઈ સામે પગલાં ભરવામાં આવ્યા નથી.
  આ ઉપરાંત જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમાંથી અમુક લોકોના નામ તેમાંથી ગાયબ થઈ ગયા હોવાની પણ ફરિયાદ મળી હતી. જેને લઈ પ્રદેશ પ્રમુખની ઢીલી કામગીરીની લઈ અનેક સવાલો ઉઠ્‌યા હતા. આ અંગે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતો બે વખત પ્રદેશ પ્રમુખ પાસે રિપોર્ટ માંગ્યો હતો પરંતુ હજુ સુધી એકપણ હોદ્દેદાર સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સસ્પેન્શન સુધીના પગલાં ભરવાની સૂચના આપી હતી, તેમ છતાં અમલ કરવામાંઆ ઉપરાંત જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમાંથી અમુક લોકોના નામ તેમાંથી ગાયબ થઈ ગયા હોવાની પણ ફરિયાદ મળી હતી. જેને લઈ પ્રદેશ પ્રમુખની ઢીલી કામગીરીની લઈ અનેક સવાલો ઉઠ્‌યા હતા. આ અંગે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતો બે વખત પ્રદેશ પ્રમુખ પાસે રિપોર્ટ માંગ્યો હતો પરંતુ હજુ સુધી એકપણ હોદ્દેદાર સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સસ્પેન્શન સુધીના પગલાં ભરવાની સૂચના આપી હતી, તેમ છતાં અમલ કરવામાં આવ્યો નથી. આવ્યો નથી.  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં થોડીક સીટો માટે કોંગ્રેસ સત્તાથી દૂર રહી હતી ત્યારે પક્ષમાંથી એવો સૂર ઉઠ્‌યો હતો કે પક્ષના કેટલાક હોદ્દેદારોની નિષ્ક્રીયતા અને પક્ષવિરોધી પ્રવૃતિના કારણે સરકાર બની નહોતી. તેવા સંજોગોમાં તેમની સામે ઝડપથી કાર્યવાહી થાય તે માટે રાષ્ટ્રીય સ્તરે અને હાઇકમાને છૂટ આપી હોવા છતાં હજુ સુધી કોઇ પગલાં ન ભરાતાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કાર્યવાહીને લઇને રિપોર્ટ મંગાવાયો છે. પ્રદેશ પ્રમુખ સામે ચૂંટણી સમયે પણ ફરિયાદ થઇ હતી ત્યારે આ વખતે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષે માંગેલા રીપોર્ટ બાદ પ્રમુખ સામે વધુ નારાજગી બહાર આવશે તે નિશ્ચિત છે.

Previous articleગુસ્તાખી માફ
Next articleપાંચ IAS અધિકારીઓની બદલી