જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરાયા બાદ કેન્દ્ર સરકાર અહીંના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જાત જાતની સ્કીમો લાગુ કરવા માટે વિચારણા કરી રહી છે.
મળતા અહેવાલો પ્રમાણે કાશ્મીરમાં સફરજનની ખેતી કરનારા ખેડૂતોને ફાયદો કરવા માટે સરકાર સ્પેશ્યલ માર્કેટ ઈન્ટરવેન્શન પ્રાઈસ સ્કીમ લાગુ કરવા માંગે છે.આજે કેન્દ્ર સરકારના ચીફ સેક્રેટરી દ્વારા કાશ્મીરના વહિવટીતંત્રના ઉચ્ચાધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ વાતની ચર્ચા થઈ હતી.આ સ્કીમનો સીધો લાભ ખેડૂતોને મળશે.પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે.કાશ્મીરના ખેડૂતોની આવકમાં ૨૦૦૦ કરોડનો વધારો થશે.શરુઆતમાં ૧ સપ્ટેમ્બર ૨૦૧૯ થી લઈને માર્ચ ૨૦૨૦ સુધી સરકાર ખેડૂતો પાસથી સફરજન ખરીદશે.આ માટે ૮૦૦૦ કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.
ખેડૂતોને સફરજનની ગુણવત્તાના આધારે સરકાર પૈસા ચુકવશે.સરકારી એજન્સીઓ સાથે નાફેડ આ સ્કીમને અમલમાં મુકશે.રાજ્ય સરકાર પાસેથી સફરજન વેચનારા ખેડૂતોના બેન્ક એકાઉન્ટની માહિતી લઈને સીધા તેમના ખાતામાં જ પૈસા જમા કરાવવામાં આવશે.