પાકિસ્તાનાન કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના આરિફ આજાકિયાએ પાક સરકારના મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા છે. આજાકિયાએ ઈમરાન સરકારમાં વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીને મૂર્ખ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન આજે પણ રિક્ષા અને સાઈકલમાંથી બહાર નથી આવતું. જ્યારે દુનિયા મેટ્રોમાં ફરી રહી છે. સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની મજાક થઈ રહી છે. અહીંના મંત્રી માત્ર ચદ્રયાન-૨ અને કાશ્મીરની વાતો કરી રહ્યા છે.
આરિફ આજાકિયા એક સમાજસેવી છે. તેમણે કહ્યું કે, ફવાદ ચૌધરી તમે વિજ્ઞાન મંત્રી છો. રિક્શા અને સાઈકલમાંથી બહાર આવો. પોતાના દેશના ભવિષ્ય વિશે વિચારો. આજના સમયમાં જ્યારે સમગ્ર દેશમાં મેટ્રો ચાલી રહી છે ત્યારે તમે રિક્શામાં છો. આ જ તમારી ઔકાત છે. ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમનો ૭ સપ્ટેમ્બરે સંપર્ક ટૂટતા ચૌધરીએ ભારતની મજાક ઉડાવતું ટિ્વટ કર્યું હતું. તેનો પાકિસ્તાનના લોકોએ જ વિરોધ કર્યો હતો.
અજાકિયાએ કહ્યું, તમે બીજાને સલાહ આપો છો, પરંતુ તમે આ દેશ (પાકિસ્તાન)ને મજાક બનાવી દીધો છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમારી મજાક ઉડાવે છે. પરંતુ તમે કાશ્મીર અને ચંદ્રયાન-૨ વિશે વધારે ચિંતિત છો. ચંદ્રયાન-૨ ભારતનું ઐતિહાસીક મિશન છે. નાસાએ પણ તેના વખાણ કરતાં કહ્યું છે કે, આ ભારતની એક મોટી સફળતા છે. માત્ર તમે જ ઈચ્છો છો કે આ મિશન અસફળ થાય. ફવાદ ચૌધરી, શેખ રાશિદ તમે શું કરી રહ્યા છો?