બાપુ મારા માટે ભગવાન છે, આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરો : માયાભાઈ આહીર

495

કથાકાર મોરારીબાપુનું નિલકંઠવર્ણીને લઇને જે નિવેદન કર્યું હતું. ત્યારબાદ વિવાદ વકરતો જાય છે. મોરારીબાપુને આ નિવેદન મુદ્દે માફી મંગાવવા માટે અનેક ધર્મગુરુઓ ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે વિવાદનો અંત લાવવા ગુજરાતના સાહિત્યકારો અને હાસ્ય કલાકારોએ અપીલ કરી છે. હાલ માયાભાઇ આહીર, સાંઇરામ દવે અને કીર્તિદાન ગઢવીનું નિવેદન સામે આવી રહ્યું છે. માયાભાઈ આહીર અને સાંઈરામ દવેએ મોરારીબાપુના નિવેદન મુદ્દે વિવાદના અંતની અપીલ કરી છે. આ બન્ને હાસ્ય કલાકારોએ સોશિયલ મીડિયામાં ખોટી કોમેન્ટ કે પોસ્ટ ન મૂકવા પણ અપીલ કરી છે.કથાકાર મોરારીબાપુના નિલકંઠવર્ણી નિવેદનને લઇને લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે. બાપુ વિશે જરા પણ કોઇ કંઇ બોલે તે મારા માટે સહન ન થાય. કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા.

માયાભાઈ આહિરે બાપુના નિવેદન વિશે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી.

રાજકોટના સાંઇરામ દવેએ બાપુના નિવેદન વિશે જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુખ થાય છે.

Previous articleઇમરાન મંત્રી ફવાદ ચૌધરી મૂર્ખ,પાક.આજે પણ રિક્ષા-સાઇકલમાંથી બહાર નથી આવતુ
Next articleઆ દિવાળીએ હરિક્રિષ્ણ એકસપોર્ટસ કારીગરોને બોનસમાં કાર નહીં આપે