ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડી બી રહેવર, પી પી પટેલ, જે કે પટલે, બી જે પટેલ અને આરજી ચૌધરીની બદલી કરવામાં આવી છે. ડી બી રહેવરની વૂડાના સીઈઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે, જ્યારે પી પી પટેલની રૂરલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે. જે કે પટેલની ભાવનગર અર્બન ડેવલપેમેંટ ઓથોરિટીમાં બદલી કરવામાં આવી છે. બી જે પટેલની ગાંધીનગર રેરામાં નિમણુંક, જ્યારે આર જી ચૌધરીની ઉત્તર મધ્ય ગુજરાત ઈરિગેશનના અધિક કલેક્ટર તરેક નિમણુંક કરવામાં આવી છે.