સમગ્ર વિશ્વમાં મહોરમ પર્વની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવે છે. તેના એક ભાગ રૂપે મહુવામાં પણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ઈસ્લામ ધર્મના મહાન પૈગબર સાહેબના નવાસા હજરત ઈમામ હુસેન કે જે ઈસ્લામ ધર્મનને બચાવવા માટે પોતાની પરિવારના ૭૦ જણાની શહિદી આપી અને પોતાની જાન આપી હતી. તેને આજે ૧૪૦૦ વર્ષ થયા છે. જે પ્રસંગ ગમ અને શોકમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શોક સાથે મહુવામાં ઉજવવામાં આવેલ હતો. જેમાં મહુવા શહેરના રાજમાર્ગો ઉપર અલમ-તાઝીયા (કલાત્મક) બનાવી ફેરવાયા આવે છે. અને માતમ મબનાવવામાં આવે છે. આ તાઝીયા સાથેનું માતમી ઝુલુસ પીરઝાદા ચોકથી સોની બજાર ધાવડી ચોક, બગીચા ચોક જેવા માર્ગ્ ઉપર ફેરવવામાં આવ્યા હતાં. અને ઠેર-ઠેર સબીલ ઠંડા પાણી, ચા નાસ્તો તેમજ પ્રસાદ રૂપે અનેક ખાવાની પીવાની વસ્તુઓ આપવામાં આવી હતી અને આ દિવસને આશુરા તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગને મહુવા કલેકટ સ્ટાફ, ન.પા. સ્ટાફ, પોલીસ સ્ટાફ, જી.ઈ.બી. સ્ટાફ તેમજ અન્ય સંસ્થાકિય આગેવાનોએ સાથ સ્રકાર આપી સફળ બનાવ્યો હતો તો આ સમયે સાથ સહકાર આપના હર કોઈનો યાહે હુસેન કમિટિએ આભાર માન્યો હતો.