ડૉ. વિક્રમ સારાભાઈ શતાબ્દી વર્ષ અંતર્ગત બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ તથા કાંઈક નવિન કરવાની પ્રેરણાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૯/૯/૨૦૧૯ ના રોજ ઉમરાળા તાલુકાનાં રંઘોળા ક્લસ્ટર માં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ સુપેરે સંપન્ન થયું હતું.
જાળીયા શિવકુંજ આશ્રમના માતાશ્રીએ હાજર રહી પ્રદર્શન નું ઉદઘાટન કરી બાળકોને આશિર્વચન આપેલ. ક્લસ્ટર ની ૧૩ પ્રાથમિક શાળાની ૩૦ કૃતિઓ અને ૬૦ બાળ વૈજ્ઞાનિકો, ૧૫ માર્ગદર્શકો દ્વારા સ્વનિર્મિત કૃતિઓનું સુંદર નિદર્શન કર્યું હતું. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને રંઘોળા કે. વ. ના સી. આર. સી. કો ઓર્ડીનેટર શરદકુમાર ડી. જોષી એ ઉત્કૃષ્ટ કૃતિ માટે બાળકોને પ્રોત્સાહિત કરી પ્રમાણપત્ર તથા ઈનામો આપ્યાં હતાં.