ધ અથૅ એડવેન્ચર અને ફિનિકસ કિંચિગ કલાસ ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વન-ડે ટ્રેકિંગ કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર ના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ ટ્યુશન કલાસના ૬૦ બાળકો પાલિતાણાના કદમગિરી, કાળીયાઠાકર-કરમદિયા તથા ગુરૂ આશ્રમ બગદાણા ખાતે ટ્રેકિંગ કર્યું હતું કદમગિરી ના કમળાઇ ડુંગર પર ઝરમર વરસતા વરસાદમાં વાદળો ના આંલિંગન વચ્ચે બાળકો પસાર થયા ત્યારે સાપુતારા ના ગિરિ મથક ની સહેલગાહ જેવી અનુભુતિ થઈ હતી આ ટ્રેકિંગ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓ એ દુલૅભ પશુ-પક્ષીઓ વનસ્પતિ જગત ને નજીક થી નિહાળી બારીકાઈ પૂર્વક ઉંડુ અવલોકન કર્યું હતું અને પ્રકૃતિ ના ખોળે પયૉવરણ વરણ નો સુંદર પાઠ ભણ્યા હતા આ કાયૅક્રમમા કોચિંગ ક્લાસ ના સંચાલકો જેમાં મહેશભાઈ પંડ્યા અજયભાઈ પંડ્યા, આરતી બેન પંડ્યા, શિક્ષક કુલદિપ ભાઈ ગઢવી જાની ભાઈ તથા ધ અથૅ એડવેન્ચર ના પ્રદિપ મહેતા સહિતના સભ્યોએ માગૅદશૅન આપ્યું હતું.