રાણીવાડા ગામે ચાર લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપતી પોલીસ

972

દાઠા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એન.એ.ગોહિલ તથા સ્ટાફના માણસો પ્રોહીબીશનની પ્રવૃતી અંગે વોચમાં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ. એન.એ.ગોહિલ સા. ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે. રાણીવાડા ગામે લોંગડી રોડ પર આવેલ તળાવની બાજુમાં બાવળમાં એક સફેદ કલરનો બોલેરો જેના રજી. નંબર જીજે -૦૪- ડબલ્યુ -૬૫૨૪ નો લઈ કોઈ અજાણ્યા માણસો ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે. જેથી બાતમી વાળી જગ્યાએ રેઈડમાં સ્ટાફના માણસો સાથે જઈ તળાવના કાંઠે રાણીવાડા ગામે બોલેરો જોવામાં આવેલ તથા બાવળની કાટમાં પાર્ટી સ્પેશિયલ લખેલ સફેદ બોક્સનો ઢગલો જોવામાં આવતા બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો જોવામાં આવતા. જે તમામ પાર્ટી સ્પેશિયલની  બોટલ નંગ ૬૫૨ કિ. રૂ.૧,૯૬,૨૦૦/- તથા બોલેરો પીકઅપ  જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૫,૯૬,૨૦૦ /- નો મળી આવતા તેની વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી મુદ્દામાલ કબ્જે કરી તપાસ તજવીજ કરેલ છે.

Previous articleદામનગર ખાતે કાચા મકાનોની દિવાલો ધરાશાઈ
Next articleરાજકોટ-ભાવનગર હાઈવે પર ભુવો પડ્યો