ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર (ગુજ કોસ્ટ) દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.
આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં નીલેશભાઈ રાવલ, ડૉ. એચ.બી. મહેતા, ડૉ. હિતેશ શાહ, ડૉ. ભાર્ગવ પુરોહિત તથા પરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનઓએ પોતાના વ્યકતમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિશે માહિતી આપી વિધાર્થીઓને શુભેછા પાઠવી હતી.
જીલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી ક્વીઝમાં સ્વામીનારાયણ ગુરુકુળ,-મહુવા, કે.કે.જે.પી. હાઈસ્કૂલ, એમ.વી.ડી.પી. ઈંગ્લીશ સ્કૂલ, સોનગઢ, ઓમકાર ઈંગ્લીશ સ્કૂલ-રંઘોળા, એમ.યુ.એલ.એ. વિદ્યામંદિર- સોનગઢ, એમ.જે.સી.કે.આર. ઈંગ્લીશ સ્કૂલ-સોનગઢ, ગંભીરસિહજી હાઈસ્કૂલ- વલ્લભીપુર, મોડેલ સ્કુલ-માનવડ, આર.યુ આર. ઈંગ્લીશ સ્કૂલ-સોનગઢ, આદ્પુર પ્રાથમિક શાળા, પાલીતાણા. પ્રથમ દસ ટીમો તરીકે સ્થાન પામેલ. ઉપરોક્ત વિજેતા થયેલ દસ ટીમો આગામી તા.૧૭-૦૯-૨૦૧૯ના રોજ ટાઉન હોલ ગાંધીનગર, સેક્ટર-૧૧ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી ક્વીઝમાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરોક્ત ટીમોને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવેલ.