બોટાદ જીલ્લાના રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ(ભડલા ડેમ)ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે ઓવર ફ્લો થતા ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલવામાં આવ્યા છે.જ્યારે ઘણા વર્ષ પછી સુખભાદર ડેમ ઓવર ફ્લો થયા લોકો માં ખુશી નું મોજુ ફળી વળ્યુ હતુ.તંત્ર દ્વારા સુખભાદર ડેમથી નિચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉમરાળા, અલમપુર, રાણપુર, કનારા, નાગનેશ, દેવળીયા જેવા નદી કાંઠાના ગામો ને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે.ઘણા સમય બાદ ફરી એકવાર સુખભાદર ડેમ(ભડલા ડેમ)ઓવર ફ્લો થતા રાણપુર શહેરમાં સર્જાતી પીવાના પાણીની સમસ્યા નો અંત આવશે તેવી રાણપુર શહેરના લોકો ને આશા બંધાણી છે.