ગણપતિ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરતા ભાવિકો

824

ભાવનગર શહેરના આંગણે ગરવા ગણપતિના ઉત્સવને લઈને સમગ્ર માહોલ ધર્મમય બની રહ્યો છે. ઉત્સવ પ્રારંભથી આજે બે દિવસ પસાર થયા છે તથા  વહેલી સવારે આરતીથી શરૂ કરીને મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમોની વણથંભી વણઝાર શરૂ છે. કેટલીક જાગૃત સ્વયંસેવી સંસ્થાઓ તથા ધાર્મિક મંડળોદ્વારા રકતદાન કેમ્પ સહિતના સામાજીક કાર્યક્રમોનું પણ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે. રૂપાણી સર્કલ ખાતે આવેલ દિવડી ગૃપ દ્વારા ગણેશોત્સવન આયોજન કરવામાં આવ્યું છે. જયા દરરોજ આરતી, થાળ , અન્નકોટનો ભોગ ચડાવવામાં આવી રહ્યો છે. અને  ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે. જેનું વિસર્જન ૧ર-૯ના રોજ થનાર છે. ક્રેસન્ટ સર્કલમાં આવેલ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં દરરોજ જુદા-જુદા કાર્યક્રમો રામ દરબાર, ડાયરો વિગેરે યોજાઈ રહ્યા છે. જયાં રાજકીય આગેવાનો દ્વારા મહા આરતીનો લાભ લઈ રહ્યા છે. જેનું વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે. મેઘાણી સર્કલ ખાતે ચંદ્રશ્વર મહાદેવ મંદિરમાં અનોખી રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં ચંદ્રયાન-રની થીમ પર ગણપતિ પંડાલમાં સ્પેસનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જેનું વિસર્જન ૧ર-૯ના રોજ થનાર છે.

Previous articleનિલમબાગ પાસે આવેલ રાજ ખોડીયાર રેસ્ટોરન્ટમાં આગ
Next articleજોલી પોતાના બાળક મોટા થયા બાદ ફરીવખત સક્રિય