સુંદર દેખાવનાં કારણે નુસરતને ‘સ્લમડોગ મિલિયોનેર’માંથી કાઢી મુકી..!!

497

બોલિવૂડ અભિનેત્રી નૂસરત ભરૂચા હાલના દિવસોમાં ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે તેની સાથે જ નૂસરત ભરૂચાએ ફિલ્મનું પ્રમોશન કર્યું. એક ઈવેન્ટમાં પહોંચી નૂસરતે પહેલીવાર પોતાના રિજેક્શનની સ્ટોરી જણાવી. જીહાં નૂસરત ભરૂચાને પણ ફિલ્મોમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી હિટ ફિલ્મ્સ આપ્યા પછી નુસરતે કહ્યું કે તે ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે તેને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. નૂસરતે આ ફિલ્મમાં લતીકાની ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું. પાછળથી ફ્રિડા પિન્ટોને આ ભૂમિકા મળી જોકે નૂસરતે બાદમાં ખુલાસો કર્યો ન હતો કે તેને કેમ ફિલ્મથી દૂર કરવામાં આવી હતી. પાછળથી નુસરતે ખુલાસો કર્યો કે તેનો વધુ પડતો સારો દેખાવ પાત્ર માટે સારો નહોતો. ફિલ્મના નિર્માતાઓને લાગ્યું કે તેનો સુંદર દેખાવ અને સુંદરતા ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરી જેવી નહતી. નૂસરતની એક્ટિંગથી મેકર્સ ભારે પ્રભાવિત થયા હતા. નૂસરતે વધુમાં કહ્યું – જ્યારે આ ભૂમિકા તેને આપવામાં ન આવી ત્યારે ફિલ્મની આખી ટીમે બેસીને તેને સમજાવ્યું કે તે વસાહતમાં રહેતી ગરીબ છોકરીઓ જેવી લાગતી નથી. જણાવી દઈએ કે નુસરત ‘ડ્રીમ ગર્લ’ પછી રાજકુમ્મર રાવ સાથે ‘તુરમ ખાન’માં જોવા મળશે.

Previous articleફેમિનીઝમનો અર્થ બ્રા સળગાવીને મૂછો વધારવાનો નથીઃ સોનમ કપૂર
Next articleકેરેબિયન પ્રીમિયર લીગ : ગેલે માત્ર ૬૨ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા