વિધાનસભાના દ્વારેથી

723
gandhi2622018-8.jpg

અશ્પૃશ્યતાની સ્થિતિમાં સરકાર ચલાવી લેશે નહીં : કડક પગલાં ભરાશે
આભડછેડ અંગે સેપ્ટના અહેવાલ સંદર્ભે ગૃહમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને સેપ્ટ દ્વારા પાંચ ગામના સર્વે પાછળ રપ લાખ રૂપિયા લીધા હતા તેની ચર્ચા આગળ વધતાં તેના અહેવાલ આવ્યા બાદ શું પગલાં ભરવામાં આવ્યા માનસિક તથા શારીરીક અશ્પૃશ્યતા નિવારવા સરકાર શું પગલાં ભરવા માંગે છે તેવું પણ ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પુછી જવાબ માંગ્યો હતો.  ઉત્તરમાં મુખ્યમંત્રી દ્વારા આ પ્રશ્ન સંવેદનશીલ છે મહાત્મા ગાંધીએ શરૂ કરેલ આ મહત્વના કામમાં આપણે બધા સાથે છીએ અને સરકાર કોઈપણ ખૂણે આવી પ્રવૃત્તિ ચલાવી લેવા માંગતી નથી કડકમાં કડક પગલાં ભરાશે. રિપોર્ટના સંદર્ભમાં કેટલીક યોજનાઓ કરીને સરકાર દ્વારા તે અંગેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાયદાકીય રીતે એટ્રોસીટીની કોર્ટ વગેરે પ્રશ્નોને ગંભીરતાથી લઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 
ગાંધીનગર જિલ્લામાં જમીન શરતભંગની અધધ.. ૪૪ ફરિયાદો 
જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જમીનની શરતભંગ અંગેની કુલ ૪૪ જેટલી ફરિયાદો મળી હોવાનો મહેસુલ મંત્રીએ સ્વિકાર કર્યો હતો અને આ અંગે જરૂરી કાર્યવાહી થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સૌથી વધુ જમીનની શરતભંગની ફરિયાદો કલોલમાંથી ૧૬ ત્યારબાદ ગાંધીનગરમાંથી ૧૦, દહેગામ-૩ અને માણસામાં ૧ ફરિયાદ મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  વધુમાં સરકારે ટોકન દરે ફાળવેલ જમીનમાં પણ હેતુફેર થયો હોય તો પગલાં ભરવામાં આવે છે કે કેમ તેવું ડૉ. સી. જે. ચાવડાએ વધુમાં પૂછતાં તેમણે એવા કેસોમાં પણ કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું હતું આવા બે કિસ્સા છે. 
અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેકને ૪ લાખની સહાય 
ભાવનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં ૩૦ જણાનાં મૃત્યુ થયા છે તે બાબતે સરકારે શું પગલાં લીધા છે તેવો પ્રશ્ન આર.સી. મકવાણા ધારાસભ્યે ઉપસ્થિત કર્યો હતો.  જવાબમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોણાસાતના સમયે અનિડા ગામના લોકો પોતાના પુત્રને ટ્રકમાં લઈને પરણાવવા નિકળ્યા હતા. ત્યાંથી મુલીયાના ભાગને આગળનો ટાયર વાગતાં આખી ટ્રક રંગોળા નદીમાં પડી હતી. જયાં આર.સી.સી. નીચે હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ૩૦ જેટલા લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મોટાભાગનાને સર.ટી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે અને સારવાર કરે છે. ૧૦૮ અને ૩ એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોચી મેડિકલ ઓફીસર રંગોળા સહિતના ડોકટરોનો સ્ટાફ પહોચાડી પ્રાથમિક સારવાર હાથ પર લેાવઈ હતી. પોલીસે પણ તાત્કાલિક પહોંચી કાર્યવાહી હાથ ધરી જે પૈકી ર૬ જેટલા સ્થળ પર અને બાકીના ૪ નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ૮ બહેનો ૧૮ પુરુષ અને ૪ બાળકો છે. ર૧ લોકોને નાની મોટી ઈજાઓ છે અને ૮ બાળકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર હેઠળ છે.  મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા દરેકને ૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે તથા જરૂરી તમામ સારવારનો ખર્ચ પણ સરકાર આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.  કુંવરજીભાઈએ પણ દિલસોજી પાઠવી વિધાનસભામાં રજુઆત કરી હતી. ૮ થી ૧૦ લાખ સુધીની સહાય આપવાની માંગણી પણ તેમણે કરી હતી. 
ભાવનગર જિલ્લામાં સરકાર હસ્તક ર૩ મંદિર 
વિધાનસભામાં ભાવનગર જિલ્લામાં સરકાર હસ્તક કુલ કેટલા મંદિરો છે તેમાં સુવિધા માટે શું આયોજન કરેલ છે તેવો પ્રશ્ન પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ ઉપસ્થિત કર્યો હતો જેના ઉત્તરમાં યાત્રાધામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સરકાર હસ્તક કુલ ર૩ મંદિરો છે જેમાં શુધ્ધ પીવાનું પાણી, બાકડા, ટોઈલેટ, કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, સોલાર રૂફટોપ અને એનર્જી એફીસીયન્ટ લાઈટ, લેમ્પ તથા વિકલાંગો માટેની સુવિધા અને યાત્રી-નિવાસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. 
ભાવનગરમાં નિરાધાર વૃધ્ધ સહાય માટે ૪પ૭ અરજીઓ મંજૂર ૧ર૧ નામંજૂર 
મહુવાના ધારાસભ્ય રાઘવભાઈ મકવાણાએ એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ કેટલી અરજી મળી તે પૈકી કેટલી નામંજુર કરવામાં આવી તથા નામંજૂર કરવાના કારણો શું ?  તેના ઉત્તરમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કુલ ૪પ૭ અરજીઓ સહાય માટે મળી હતી જે મંજુર કરવામાં આવી હતી જયારે ૧ર૧ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ભાવનગર સીટીની ૧૪૧, ગ્રામ્યની ૪૦, અરજીઓ મંજૂર કરાઈ છે નામંજૂર થવાના મુખ્ય કારણો નિયત આવક કરતાં વધુ આવક, પુખ્ત વયનો પુત્ર, ઉંમર ઓછી હોવાથી, સ્થળે ન રહેતા હોવાથી જેવા કારણોથી અરજી નામંજૂર કરવામાં આવી છે. 

Previous articleરંઘોળા પાસે ગમખ્વાર અકસ્માતમાં ૩૧ માનવ જીંદગી કાળનો કોળીયો બની 
Next articleનવું અપનાવવું જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નહીં કે જુનાનો ત્યાગ કરવો