હમણાં ૧૦-૨૦ વર્ષથી ઘણા નવા નવા ટ્રેન્ડ ઉભા થયા છે. લોકોમાં નવી-નવી વાતો શીખવાની અને અપનાવવાની ધગશ આજની જનરેશનમાં ગજબની હોય છે અને સાચી વાત એ જ છે. પરિવર્તન સંસારનો નિયમ છે. જો સમય મુજબ તમે નહિ બદલાવ તો સમય તમને ફેંકી દેશેર્ ંેંઙ્ઘટ્ઠંીઙ્ઘ બનાવી દેશે. આ જગતમાં તમારૂં માન-સન્માન સાથે સુખેથી જીવવું મુશ્કેલ લાગવા લાગે. હું પોતે પણ પૂર્ણ પણે સહમત છું જ કે સમય મુજબ જે નવું આવે તેને અપનાવવું જ જોઈએ તો જ સુખ-શાંતિ બની રહે. પરંતુ દોસ્ત , નવાને અપનાવવું જરૂરી છે એનો અર્થ એવો નથી કે જૂનું જે કઈ હોય તેને સાવ જડમૂળથી કાઢી નાખવું.
પેલી કહેવત છે કેર્ ંઙ્મઙ્ઘ ૈજ ર્ય્ઙ્મઙ્ઘ – જેટલું જૂનું તેટલું જ ખરું સોનુ. સમયની માંગ મુજબ ફેરફાર કરવા, લાવવા પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવામાં આપણી મૂળ ભારતીય સંસ્કૃતિને ભૂલી જઈએ તે ખોટું જ. આપણા બાપ-દાદાના સમયમાં હ્લટ્ઠંરીિ-ઙ્ઘટ્ઠઅ, ર્સ્ંરીિ-ઙ્ઘટ્ઠઅ, પ્રેમના, માતૃભાષાના, નારી માટેના કે અન્ય કોઈપણ દિવસો ઉજવવામાં નહોતા આવતા. કારણકે તે સમયમાં લોકો આ બધીજ વાતોને, સંબંધોને, ભાવનાઓને, માન આપતા તેમના અસ્તિત્વની કદર કરતા જ્યારે અત્યારના આધુનિક અને ઝડપી યુગમાં કોઈને સમય તો નથી જ એટલે આવો કોઈ એક દિવસ જ્યારે આવે ત્યારે તે દિવસના હકદારને યાદ કરીને તેના માટે ઢગલો પોસ્ટ, ગિફ્ટ કે તેનું મહત્વ સમજાવતા સંદેશાઓનો ઢગલો થઈ જાય છે. એક-બે દિવસ જાય એટલે “રાત ગઈ સો બાત ગઈ” જેવી હાલત થઈ જાય છે.
જ્યાં સુધી આ સંસારમાં ઈશ્વર, માણસાઈ, વિશ્વાસ, દયા, હજુ જીવિત છે ત્યાં સુધી એના દિવસો નહિ મનાવાય એ વાત તો નક્કિ લાગે. એટલે માણસ હજુ સાવ માણસાઈ ભુલ્યો નથી એટલે હજુ કોઈ “માણસાઈ ડે” ઉજવાતો નથી. અને બીજી બાજુ દ્રષ્ટિ કરીએ તો જાન્યુઆરીમાં ૧૨ તારીખ “વિશ્વ દીકરી દિવસ” દીકરીની હયાતી પર પ્રશ્નો મુકાયા તેની જાગૃતતા માટે દિવસનો જન્મ થયો ત્યારે બાદ “પ્રેમ દિવસ” ૧૪ ફેબ્રુઆરી લોકોને સાચા પ્રેમની ખબર નથી અને અમુકને તો પ્રેમ કરવા માટે સમય જ નથી એટલે તેનો પણ દિવસ આવ્યો અને સૌથી વધુ જરૂરી એક એવા વ્યક્તિનો દિવસ કે જેની વિના કોઈપણનું જીવન અકલ્પનિય છે. તે છે માર્ચ મહિનાની ૮મી તારીખ એટલે “વિશ્વ મહિલા દિન” મહિલાના અસ્તિત્વને ટકાવી રાખવું એ આ સમય માટે પડકાર એટલે જ તેમાં જાગૃતતા લાવવા આપણે ૮ મી માર્ચને ’વિશ્વ મહિલા દિન’ ને પણ આપણે ઉજવીયે. આ સિવાય ર્સ્ંરીિ-ઙ્ઘટ્ઠઅ, હ્લટ્ઠંરીિ-ઙ્ઘટ્ઠઅ, હ્લિૈીહઙ્ઘજરૈ-ઙ્ઘટ્ઠઅ એવા તો ઘણા દિવસો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉજવાય છે કે જ્યાં એની ખરેખર જરૂર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉજવવા પડે એવા કાળા દિવસો હજુ તો નથી આવ્યા અને નહિ જ આવે. તેમ છતાં આપણે ઉજવીએ છીએ અને ના નથી ઉજવાય જ. પરંતુ આનંદ-ઉલાસ માટે બે ઘડી મોજ-મજા માટે એનો જે સાચો અર્થ છે એ તો આજીવન , આખું વર્ષ, ૩૬૫ દિવસ આપણા દિલ-દિમાગ અને આચરણમાં હોવો જ જોઈએ અને અમુક અંશે છે પણ ખરા. એટલે એ ઉજવવાના હું વિરોધમાં નથી પણ એટલી ઈચ્છા ખરી કે આ દિવસો કોઈ એક દિવસ નહીં દરરોજ ઉજવવા જોઈએ. પ્રેમ, દીકરી, સ્ત્રી, માતા, પિતા, મિત્રતા આવા સંબંધો અને ભાવનાઓના કોઈ એક દિવસ ના હોય પણ આનો પ્રવાહ બારેમાસ ધોધમાર હોવો જોઈએ.
પરિવર્તન સંસારનો નિયમ છે એટલે તે મુજબ ન વર્તીએ તો આપણે જ ફેંકાઈ જઈએ. એટલે આ દિવસોના માધ્યમ દ્વારા આપણી આસપાસના વર્તુળમાં પ્રેમ, વિશ્વાસ, લાગણી, માનની ચોકલેટ વહેંચતા રહેવી જોઈએ. એનાથી ખુશી આપણને જ મળશે એ વાત નક્કી છે. સૌથી વધુ મહત્વ જો આપવાની વાત જો મારી દ્રષ્ટિએ કહું તો તે છે સ્ત્રીના અસ્તિત્વની ” યત્ર નાર્યસ્તૂ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા ” એવું સંસ્કૃતમાં આપણે કહીએ તો છીએ, એવું ભાષણો આપવામાં બોલીએ પણ છીએ. પરંતુ તેનો સાચો અર્થ જીવનમાં ઉતારતા જ નથી. આપણી આસપાસ ગાય, માતા, ધરતી બધી જ પવિત્ર વસ્તુને માતા એટલે કે ’સ્ત્રી’ તરીકે માન અપાય છે, પૂજાય છે. તો જે આપણા ઘરમાં રહે છે તે સ્ત્રીને માન શા માટે નહીં ? એની ઓળખ એટલી જોખમી બની ગઈ છે કે આપણે તે ટકાવવા દિવસો ઉજવવા પડે છે ? જરા વિચારો આ સમાજના બુદ્ધિશાળી વર્ગો આ ખૂબ જ જરૂરી છે…
એક સ્ત્રી જ્યારે જન્મ લે છે દિકરી સ્વરૂપે ત્યારબાદ તે અનેક સંબંધોના નામથી બંધાય છે. એ સંબંધોને દિલથી નિભાવે છે. એ એક દિકરી, સ્ત્રી, માતા, કાકી, મામી, દાદી, સાસુ, વહુ, નણંદ, ફઇબા, માસી, મિત્ર, પત્ની જેવા અનેક કિરદાર બખૂબી નિભાવે છે તે પોતાના હાસ્ય, સહનશીલતા, ત્યાગ, અપાર પ્રેમ, સમજણ, આત્મસૂઝથી ઘરના દરેક સભ્યને ખુશ રાખે છે. તેમની નાની-મોટી જરૂરિયાતો પુરી કરે છે તો આપણી સૌ કોઈની ફરજ છે કે આપણે સ્ત્રીને ખુશ રાખીએ કદીક તેને ગમતું પણ આપણે કરીએ. અને હા ખાસ વાત કે સ્ત્રીને ખુશ રાખવી એટલે તેને માન આપવું. તે માત્ર આ સમાજની કે તેમાં રહેતા પુરુષોની જ ફરજ છે માત્ર એવું નથી….. સૌથી વધુ જરૂર અહીંયા એક સ્ત્રીને જ બીજી સ્ત્રીને માન આપવાની જરૂર છે. ’સ્ત્રી-સ્ત્રીની દુશ્મન’ એ ઉક્તિને ખોટી ઠરાવવાની જરૂર છે. દુનિયાનો એક સનાતન સત્ય સાથેનો નિયમ છે “તમે પોતે જો તમારી જાતને માન આપશો તો જ લોકો તમને માન આપતા થશે. એટલે સ્ત્રીએ કોઈ નબળી કે નાજુક કે બિચારી તો પેલા પણ ન હતી અને આજે પણ નથી જ. દરેક વ્યક્તિએ પોતાના મન-મગજમના શબ્દકોષમાંથી ’બિચારો’ કે ’બિચારી’ શબ્દ જ કાઢી નાખવો જોઈએ. એવો દયાપાત્ર લાગતો શબ્દ માણસને કમજોરી સિવાય કશું જ આપતો નથી.
ઇતિહાસના પન્ના પલેટીને કોઈપણ જગ્યાએ જોઈ લો. સ્ત્રીની શક્તિનો પરિચય આપણને વર્ષોથી મળતો જ આવ્યો છે. જરાક અનમોલ રત્નો પર નજર ફેરવીએ રાણી લક્ષ્મીબાઈ, કસ્તુરબા ગાંધી, ઇન્દિરા ગાંધી, મેડમ કામા, કમલા લક્ષમી, વિજયાલક્ષ્મી પંડિત, સૂચિતા કૃપલાણી, મીરા, રાધા, અહલ્યાબાઈ, મેરી કોમ, સાનિયા મિર્ઝા, કેપ્ટન, અમૃત કૌર, લક્ષ્મી સહેગલ, સરોજીની નાયડુ, લતા મંગેશકર આવા તો અઢકળ વિધવિધ ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધીને સિદ્ધિ હાંસલ કરેલાની યાદી છે અને એ યાદીમાં નવા-નવા નામ વધતા જ જાય છે તે જ ગર્વની વાત છે. યમથી સૌ કોઈ ડરે પણ યમની બહેન ’યમુના’ મૈયા તે પરમ કૃપાળુ છે. નવદુર્ગામાં બધા જ સ્ત્રીશક્તિના રૂપ આવી જ જાય છે. તે દર્શાવે છે કે ઈશ્વરનું શ્રેષ્ઠતમ સર્જન તે સ્ત્રી છે કે જેનામાં સર્જન થી સંહાર કરી શકવાની તાકાત ઈશ્વરે આપેલી છે.
કલમને વિરામ આપતા બસ એટલું જ કહેવા ઈચ્છું છું કે તમારી આસપાસ જે કોઈ સ્ત્રી હોય તેને માન આપો. તેની ખૂબીને જોવો તેનો ત્યાગ, કર્તવ્ય ભાવનાની કદર કરો, સાચી પ્રશંસા કરો. કદાચ તે પોતાની અંદર છુપાયેલા હુન્નરથી અજાણ હોય તો તમે તેનો પરિચય કરાવી તેને આગળ વધવા મદદ કરો. સ્વરૂપ સંબંધ ચાહે કોઈપણ હોય જો ઘરની, સમાજની, મજબૂત કડી એવી સ્ત્રીજો ખુશ અને સક્ષમ હશે તો આ દેશનું તમામ ભાવિ ઉજ્જવળ બને તેમાં શંકાને સ્થાન જ નથી..
નારી છું નજાકત છે તો સાથો સાથ,
મુજમાં તાકાત પણ છે.
ત્યાગ, સહનશીલતા, પ્રેમની,
પ્રભુની છું મુરત.
રહીશ ખુશ તો આપી શકીશ સૌને,
અપાર ખુશીઓની સુરત…???