ચંદ્ર પર વિક્રમ લેંડર પડી ગયું હોવાની ઘટના બન્યા બાદ વૈજ્ઞાનિકો સતત તેની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિક્રમ લેંડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં તે વિશે હાલ કંઈ જ કહી શકાય તેવી સ્થિતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન ડો કે સિવનએ દાવો કર્યો છે કે ચંદ્રયાન ૨નું ઓર્બિટર ચંદ્રની ચારે તરફ ૭ વર્ષથી વધારે સમય સુધી ચક્કર લગાવી શકે તેટલું સક્ષમ છે. આ દાવો કયા આધારે કરવામાં આવે છે તે પણ જાણી લો.
ઓર્બિટરનું ઈંધણ જે લોન્ચ સમયે અંદાજે ૧૬૯૭ કિલો હતો તેના આધારે કરવામાં આવ્યો છે. ઓર્બિટરમાં અંદાજે ૫૦૦ કિલો ઈંધણ છે જે તેને ૭ વર્ષથી વધારે સમય સુધી કામ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. કારણ કે અંતરિક્ષમાં પડતા પિંડ, સેટેલાઈટ, તોફાન અને ઉલ્કાઓથી બચવા તેણે પોતાની કક્ષા બદલવી પડશે. ઓર્બિટરમાં રહેલું ઈંધણ ખતમ થઈ જશે ત્યારે તેનું જીવનકાળ સમાપ્ત થશે.
ચંદ્રયાન ૨નું ઓર્બિટર હાલ ચંદ્રની કક્ષામાં ૧૦૦ કિલોમીટરની દૂરી પર સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. ૨૨ જુલાઈના રોજ લોન્ચ સમયે ઓર્બિટરનું કુલ વજન ૨૩૭૯ કિલો હતો. તેમાં ઈંધણનું વજન પણ સમાયેલું છે. ઈંધણ વિના ઓર્બિટરનું વજન માત્ર ૬૮૨ કિલો છે. તેમાં લોન્ચ સમયે ૧૬૯૭ કિલો ઈંધણ હતું. લોન્ચ પછી જીએસએલવી એમકે ૩ રોકેટએ ઓર્બિટરને પૃથ્વીની ઉપર ૧૭૦ટ૩૯૧૨૦ કિમીની અંડાકાર કક્ષામાં પહોંચાડી દીધું છે. ત્યારબાદ ઓર્બિટરએ પોતાની યાત્રા બાકી બચેલા ઈંધણની મદદથી આગળ વધારશે. ઓર્બિટરએ આ કામ સારી રીતે કર્યું છે. પોતાના ઈંધણના જોર પર તેણે પૃથ્વીની ચારે તરફ ૧૪ દિવસમાં ૫ ચક્કર લગાવ્યા. પછી ઓર્બિટરને ચંદ્રની કક્ષામાં જવા માટે ૧૪ ઓગસ્ટથી ટ્રાંસ લૂનર ઓર્બિટમાં મુકવામાં આવ્યું. ત્યારબાદ ૨૦ ઓગસ્ટએ તેણે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો અને ૧ સપ્ટેમ્બર સુધી ચંદ્રની ચારે તરફ ઓર્બિટરએ પાંચવાર પોતાની કક્ષામાં ફેરફાર કર્યો. પૃથ્વી હોય કે ચંદ્ર દર વખતે કક્ષા બદલતી વખતે ઈંધણનો ઉપયોગ થાય છે.