પોલીસકર્મીએ આઇપીએસલનું ચલણ કાપતા અધિકારીએ પોલીસ સ્ટેશનનું પાણી બંધ કરી દીધુ..!!

408

‘નવો મોટર વાહન કાયદો’ ૧ સ્પેમ્બરથી લાગૂ થઇ ગયો છે. ખુબ જ ભારે ચાલાન આપવામાં આવી રહ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં હડકંપ છે. હિમાચલના કુલ્લૂ જિલ્લામાં ટ્રાફિક નિયમોને લઇ કડક વલણ અપનાવવું જિલ્લાના એક પોલીસકર્મીને ભારે પડી ગયું. ખરેખર પોલસકર્મીએ આઇપીએસ વિભાગના એક અધિકારીનું ચાલાન કાઢ્યુ, જેના પછી અધિકારી સાહેબે કથિત રીતે સંબંધિત પોલીસ સ્ટેશનનું પાણી જ બંધ કરી દીધું.મીડિયા રિપોર્ટ અનુસાર પતલીકૂહલ પોલીસ સ્ટેશનનાં જવાને કેટલાક દિવસ પહેલા આઇપીએચ વિભાગના એક અધિકારીનું ચાલાન કાપ્યું, તેના કેટલાક સમય પછી પોલીસ સ્ટેશનમાં પાણીની સપ્લાઇ બંધ થઇ ગઇ. જ્યારે આ વાત વાયુવેગે ફેલાઇ તો લોકો વચ્ચે એવી ચર્ચા થઇ ગઇ કે પોલીસ સ્ટેશનમાં પાણીની સપ્લાઇ એટલા માટે બંધ કરવામાં આવી કારણ કે પોલીસકર્મીઓએ આઇપીએચ વિભાગના અધિકારીનું હેલ્મેટ વિગર મેમો ફાડ્યો અને દંડ ફટકાર્યો.સ્થિતિ એવી છે કે, સંબંધિત પોલીસ સ્ટેશનમાં એક અઠવાડિયાથી પાણી બંધ છે. જેનું સમાધાન આઇપીએચ વિબાગ કરી શક્યુ નથી. પતલીકૂલહ પોલીસ સ્ટેશનનાં પ્રબારી દયારામએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં ગત એક અઠવાડિયાથી પાણીની સપ્લાઇ બંધ છે. પાણી ન હોવાથી જ્યાં કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યાં જ લોકઅપમા બંધ કેદીઓને પણ પાણી માટે બહાર લઇ જવા પડે છે.પોલીસ સ્ટેશનનાં પ્રભારી દયારામનું કહેવું છ કે, આઇપીએચ વિભાગથી આ સંબંધમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ સ્ટેશનની પાણીની ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

Previous articleચંદ્રયાન-૨નું ઓર્બિટર ચંદ્રની ચારે તરફ ૭ વર્ષ સુધી ચક્કર લગાવી શકે
Next articleદિલ્હીની સરકારી હોસ્પિ.માં VIP કલ્ચર ખત્મ : કેજરીવાલનો આદેશ