આણંદ : અનિયમિતતાનાં કારણે વિદ્યાર્થીઓનું ST બસ રોકો આંદોલન

382

આણંદ તાલુકાના રામનગર ગામના રહીશો છેલ્લા બે વર્ષ ઉપરાંતથી મળવાપાત્ર એસ.ટી. બસના લાભથી વંચિત રહેવા પામ્યા છે. નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલ આણંદ તાલુકાના રામનગર ગામમાં એક સમયે બે-બે કલાકના અંતરે ગામમાં લોકલ એસ.ટી. બસો આવતી હતી પરંતુ પરિસ્થિતિ કંઈક ઓર છે. હાઈવે પરથી એક પણ લોકલ બસ ગામમાં આવતી નથી. નેશનલ હાઈવેથી રામનગર ગામનું અંતર અંદાજે દોઢ કિ.મી.નું છે. વિદ્યાર્થીઓ અને નોકરીયાત સહિત ગ્રામજનોને બહારગામ જવા માટે ક્યાં તો ખાનગી વાહનનો અથવા તો પ્રાઈવેટ વાહનનો સહારો લેવો પડે છે.

એસ.ટી. બસ મારફતે બહાર જવું હોય તો નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલ રામનગર પાટીયાએ આવું પડે છે અને ત્યાંથી તેઓ બહારગામ જઈ શકે છે. દોઢ વર્ષથી ગામમાં લોકલ બસના દર્શન દુર્લભ બન્યા છે અને હાઈવે ઉપર રામનગર પાટીયા પાસે લોકલ બસો ઉભી રહેતી નથી. ખાસ કરીને સવારના સમયે લોકલ બસો ઉભી ન રહેતા આણંદ વિદ્યાનગર, વાસદ અને વડોદરા તરફથી શાળા, મહાશાળા અને કોલેજામાં જતા વિદ્યાર્થીઓને હાઈવે ઉપર અટવાવું પડે છે. બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજામાં અને નોકરીયાતો નોકરીના સ્થળે નિયમિત પહોંચી શકતા નથી.

Previous articleશાળામાં મોટો છબરડો…ધો.૧૦ નપાસ વિદ્યાર્થિનીને ધો.૧૧માં પ્રવેશ આપ્યો
Next articleટ્રાફિક નિયમોને લઇ જનતા જાગૃત બની, પીયુસી માટે લાંબી લાઇનો લાગી