પ્રોહીબીશનના ગુનામાં ફરાર દેસાઈનગરનો શખ્સ ઝડપાયો

633
bvn732018-2+.jpg

વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં ફરાર દેસાઈનગરના શખ્સને એસઓજી ટીમે નારી ચોકડી પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક પી.એલ.માલે ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ.  પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી જયદિપસિંહ મહિપતસિંહ ગોહિલ રહે. દેસાઇનગર  ભાવનગર વાળાને નારી ચોકડી પાસેથી ઝડપી પાડી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર, હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વી. ગોહીલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા, પો.કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.

Previous articleનવું અપનાવવું જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નહીં કે જુનાનો ત્યાગ કરવો
Next articleલોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી