રત્નકલાકારે લોહીના સ્ટેમ સેલનું દાન કરી કેન્સર પીડીત બાળકીને જીવનદાન આપ્યું

412

રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી ૧૦ વર્ષની મુંબઈની બાળકને કેન્સરથી બચાવી છે.

એપ્લાસ્ટીક એનીમીયા માનવશરીરમા છેલ્લા કેટલાક સમયથી વધતી બીમારીઓમાની એક છે જેની સારવાર ન કરવામા આવે તો લાંબા ગાળે બ્લડ કેન્સર થતુ હોય છે.નવસારીના પ્રકાશ પટેલ કે જેઓ એક સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરે છે તેમની કંપની મહેન્દ્ર બ્રધર્સ આયોજીત રકત સ્ટેમસેલ દાન અર્થે લોકજાગૃતિનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો આ કાર્યકમમાં ચેન્નઈની દાંત્રી સંસ્થા સ્ટેમશેલ ડોનેશન કેમ્પ મારફતે ૧૫૦ જેટલા રત્નકલાકારોએ પોતાની નોંધણી કરાવી હતી જેમાં એક લાખ લોકોની તપાસણી બાદ એક વ્યક્તિ સાથે સ્ટેમસેલ મેચ થતાં નવસારીના પ્રકાશ પટેલના સ્ટેમસેલ મુંબઈની ૧૦ વર્ષની બાળા સાથે મેચ થયા બાદ લાંબી ચકાસણીઓ અને તપાસણી બાદ બાળાને સ્ટેમસેલ આપતા બાળાનો જીવ બચી ગયો છે. આમ દાંત્રી સંસ્થાનાં અંદાજીત ૪૫૦ લાખ ઉપરાંત દાતાઓની સંખ્યા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ૯૧ મળી ૫૭૨ જેટળી દાનની સુવિધા પૂરી પાડી છે.

Previous articleરીક્ષા પલ્ટી જતા બે ઈજાગ્રસ્ત, ચાલક નશામાં દ્યુત હોવાની આશંકા
Next articleશાળાની છેતરપિંડી… ફી ઉઘરાવી પાટિયાં પાડી દીધાં, રિફંડેબલ ફી માટે વાલીઓનો હોબાળો