અમે પાડોશના આતંકને પાઠ ભણાવ્યો-ભણાવતા રહીશું : મોદી

349

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મથુરા માટે ૧,૦૦૦ કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહિ. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેકનિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે સમગ્ર ઉતર પ્રદેશના આર્શીવાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતના તમારા આ નિર્ણય માટે હું વ્રજભૂમિમાંથી તમારી સામે મસ્તક નમાવું છું.

ભારતની પાસે શ્રીકૃષ્ણ એવો પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધુરી છે. કાલિંદી જેને યમુના કહે છે. લીલું ઘાસ ચરતી તેમની ગાય. શું તેના વગર શ્રીકૃષ્ણની તસ્વીર પુરી થઈ શકે છે. શું દૂધ, દહી, માખણ વગર ગોપલની કલ્પના કોઈ કરી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા આપણા આરાધ્ય દેખાય છે એટલું જ અધુરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને જ આપણે નવા ભારત તરફ આગળ વધશે.

કાન્હાની નગરી મથુરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘?’ અને ‘ગાય’ના બ્હાને વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ‘?’ શબ્દ સાંભળતા જ કેટલાંક લોકોના કાન સરવા થઇ જાય છે. કેટલાંક લોકોના કાનમાં ‘ગાય’ શબ્દ પડે છે તો તેમના વાળ ઊંચા થઇ જાય છે, તેમને કરંટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ ૧૬મી-૧૭મી સદીમાં જતો રહ્યો છે. આવા લોકો એ જ દેશને બર્બાદ કરી દીધો છે.

તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, લગભગ ૧ સદી પહેલા વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જોકે આજના દિવસે જ અમેરિકામાં એવો હુમલો થયો હતો જેને જોઈને વિશ્વ હલી ગયું હતું.

આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. જે કોઈ સરહદ સાથે બધાયેલી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે, જેના મજબૂત જડ આપણ પડોસમાં ખીલી રહ્યાં છે. આતંકવાદીઓનું પોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ રીતે સક્ષમ છે અને અમે તે કરીને પણ દેખાડ્યુ છે.

પીએમ મોદીએ કહ્યું કે નવા જનાદેશ બાદ કાન્હાની નગરીમાં પહેલી વખત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

આ વખતે પણ આખા ઉત્તરપ્રદેશના આશીર્વાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતમાં તમારા આ નિર્ણયમાં વ્રજભૂમિથી તમારી સામે શીશ ઝૂકાવું છું. તમારા તમામના આદેશની અનુરૂપ ૧૦૦ દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.

Previous articleઆંધ્રપ્રદેશ : રાજકીય લડાઇ વચ્ચે ચન્દ્રબાબુ નજર કેદમા
Next articleસાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ટુંકમાં જ ઘોષિત