સિહોર નગર પાલિકાના નવા નિમાયેલા પ્રમુખના આદેશ થી નગર પાલિકા વિસ્તારના નવે વોર્ડમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાના દ્રઢ સંકલ્પ સાથે વોર્ડ નંબર એકમાં બપોરે થી સફાઈ કામદારોના ધાડા ઉતારી દેવાયા છે સમગ્ર વિસ્તારમાં પુર જોશમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે સાથે સાથે વિસ્તારોમાં જે પણ તકલીફ હોઈ તે વિભાગને તુરંત જાણ કરવા પણ આદેશ કરાયા છે સિહોર નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ દીપ્તિબહેન એ ચાર્જ સાંભળતા જ શહેરની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ વિભાગોને આદેશ કરી દીધી છે. સિહોરમાં પાણી અને ગંદકી એ બે સમસ્યા માથાના દુઃખાવા સમાન આજ સુધી રહ્યા છે. જ્યારે નવનિયુક્ત પ્રમુખ દ્વારા અને અહીંથી ચૂંટાયેલા વિક્રમભાઈ અને અશોકભાઈ ની હાજરીમાં બપોરથી સિહોરના નવે વોર્ડ ઉપર તમામ સફાઈ કર્મચારીઓના મોટા કાફલા સાથે વોર્ડના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી પોતાની નજર હેઠળ જ સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે ત્યારે સિહોરમાં આમ જોઈએ તો આ એવી પ્રથમ આશ્ચર્યજનક ઘટના હશે કે પ્રમુખ પોતે ભર તડકે હાજર રહીને નવે વોર્ડમાં સફાઈ ઝુંબેશ કરાવી છે અને દરેક વોર્ડ અને ખાચા ગલીઓમાં પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે ત્યારે અહીં સેનિટેશન વિભાગના આંનદ રાણા, ભરત ગઢવી, જીતુભાઈ છાટબાર સહિતનાં નગર પાલિકા વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.