કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જમ્મુ કાશ્મીરના મુદ્દાને હાથ ધરવાના મામલામાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ખોટા હતા.જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાચા હતા. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની મોટા ભાગની જોગવાઈને દુર કરી દેવામાં આવી છે. પ્રસાદે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ભુલને સુધારીને સાહસનો પરિચય આપ્યો છે. પત્રકારોની સાથે વાતચીતમાં પ્રસાદે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને લઈને સરદાર પટેલ સાચા હતા, જવાહરલાલ નહેરુ ખોટા હતો. કલમ ૩૭૦ એ ઐતિહાસિક ભુલ હતી. એ વખતે કરવામાં આવેલી ઐતિહાસિક ભુલને મોદીએ સુધારીને સાહસનો પરિચય આપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા આજે અહીં મોદી સરકારની બીજી અવધીના ૧૦૦ દિવસની સિદ્ધિઓની માહિતી આપવા પહોંચ્યા હતા. પ્રસાદે કહ્યું હતું કે, કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓને દુર કરી દેવામાં આવી છે. આ નિર્ણય ઐતિહાસિક, સાહસિક, દુરગામી અને જમ્મુ કાશ્મીરની સાથે જ ભારતના વ્યાપક હિતમાં છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમની યોજના અને નિર્ણયને અમલી કરવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે. પ્રસાદે કહ્યું હતું કે, ગયા મહિનામાં બંધારણની આ વિવાદાસ્પદ જોગવાઈને દુર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. જમ્મુ કાશ્મીરના ૧૪ પોલીસ સ્ટેશનને બાદ કરતા તમામ ક્ષેત્રોમાંથી સંચારબંધી કરી દેવામાં આવી છે. કાનુન મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા, બ્રિટન, રસિયા, ફ્રાંસ જેવા દેશો જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખતમ કરવાના લઈને ભારતની પ્રશંસા કરી છે. ચીને પણ કોઈ રીતે ભારતનો વિરોધ કર્યો નથી. કોંગ્રેસ દુવિધાભરી સ્થિતિમાં છે.
Home Gujarat Gandhinagar કાશ્મીર મુદ્દાને હાથ ધરવામાં પટેલ સાચા, નહેરુ ખોટા હતા : કેન્દ્રિય મંત્રી રવિશંકર...