દામનગર માં ઘણા સમયથી માલધારી યુવાનો દ્વારા ચાલતી સુંદર પ્રવૃતિ માલધારી નેહડા ના ૭૦ ધેર થી ધર દીઠ બે રોટલી ઉઘરાવી અતિથિ અભ્યાગત અંધ અપગ નિરાધાર લાચાર ભિક્ષુકો ને ભોજન કરાવી શહેર ના જાહેર ફૂટપાથ રોડ રસ્તા ઓ જ્યાં જ્યાં ભિક્ષુકો ભાળે ત્યાં જઈ ને ભરપેટ ભોજન કરાવે છે
જેવી રીતે માતા તેના સંતાન ને માંગ્યા વગરજ તેની પાસે જઇ ભોજન કરાવે છે તેવીજ ભાવનાથી આ યુવાનો ની ટીમ દામનગરમાં ખૂણે ખૂણે રહેલા અન્ન વિહોણા ને ગરમ ગરમ ભોજન કરાવે છે,
આ યુવાનોની ટીમ કોઈ પણ પ્રકારના માન સન્માન કે કિર્તિ ની પદ પ્રતિષ્ઠા ની અપેક્ષા રાખ્યા વગર કરી રહ્યા માનવતા નું સુંદર કાર્ય છે સમાજ નું એ કર્તવ્ય છે કે આવી પ્રવૃતિને પ્રોત્સાહન આપી તેનો ઉત્સાહ વધારી દરેક વ્યક્તિ સુધી આવી સારી વાતની સુવાસ ફેલાવવી સમાજ માટે પ્રેરણાત્મક બને તેવા સુંદર હેતુ આ કાર્ય કરતા માલધારી યુવાનો ને ભગવાન શ્રી કૃષ્ણ નું સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા