જામનગરના જામખંભાળિયા રોડ પર ગવાઈ રહેલી “માનસ- ક્ષમા” રામકથામાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને ખૂબ જ સૂચક વિધાન કર્યુ હતું.
પૂ્. બાપુએ જણાવ્યું ,”આજ મને એક ચિઠ્ઠી મળી હતી. તેમાં લખ્યું હતું કે બાપુ કેમ છો? તેમની વાત હું સમજી ગયો હતો. તેનો જવાબ આપુ કે હું કડવું પી જાઉં છું. પણ રામનામનો અમૃત પ્રસાદ આપ સૌને વેહેચુ છું.પુ.મોરારિબાપુના એ વિધાનો પુરતાં છે કે તેઓ સંવાદના મહાપુરુષ છે.તેમની કરુણા અદનાથી ઐશ્ર્વયૅ પામેલાં સુધી એક જ ધારામાં પ્રવાહિત થાય છે. વિધાનો કથા પંડાલમાં ઉપસ્થિત સૌ કોઈને ગદગદિત કરી ગયા.