માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલ,જયેશ પટેલ, ડો.સિંગ, ડો.જાટ,નાં સીધા માર્ગદર્શન હેઠળ અને ડો. જીજ્ઞેશ ગોસ્વામી નાં અધ્યક્ષ સ્થાને જાફરાબાદ તાલુકા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબી, નાગેશ્રી, બાબરકોટ તથા અર્બન જાફરાબાદ વિસ્તાર માં અને તમામ ગામો માં ગામના સરપંચ તથા સ્ટાફ નાં હાથે ગામની સગર્ભા માતાઓને દવાયુકત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું અને સાથોસાથ વાહકજન્ય તથા પાણીજન્ય રોગો બાબત આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું .જેમાં મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞેશ ગોસ્વામી,ડો. જીતેશ મૂછડીયા, ડો.દિનેશ બલદાનીયા, ડો. ઇલાબેન મોરી તથા તાલુકા સુપરવાઈઝર શનિશ્વરાભાઈ પ્રા. આ.કેન્દ્ર નાં સુપરવાઈઝર, સ્ટાફ અને આશાબેનો દ્વારા આ દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું.અને આ સાથે પોષણ માસ ચાલતો હોય સગભૉ માતાઓ ને પોષણ અંગે નું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ,જેમાં આશાબેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે .તેવું તાલુકા હેલ્થ ઓફિસરની યાદી જણાવે છે