વિશ્વભરમાં પ્રિટી વુમન તરીકે જાણીતી રહેલી અભિનેત્રી જુલિયા રોબર્ટસના લગ્ન જીવનમાં હાલમાં ભારે ઉથલપાથલની સ્થિતી જોવા મળી રહી છે. અભિનેતા ઓવેન મિલ્સન કારણે જુલિયા અને ડેની મોડર વચ્ચે વિવાદ થયો છે. એકેડમી એવોર્ડ વિજેતા સ્ટાર અભિનેત્રી જુલિયા પર પતિ સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેના લગ્ન જીવનમાં ભારે તકલીફ ઉભી થઇ ગઇ છે તેવા અહેવાલ આવ્યા બાદ જુલિયાએ કેટલીક બાબતો જાહેર કરી છે. એવુ જાણવા મળ્યુ છે કે આ અભિનેતા સાથે તે કેટલાક વર્ષોથી કનેક્શન ધરાવે છે. તે મિલ્સન પ્રત્યે આકર્ષિત રહી છે. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે હવે જુલિયા રોબર્ટસને પણ છુટાછેડા લેવાની જ ફરજ પડી શકે છે. મિલ્સન સાથે સંબંધ જુલિયાના એટલા હદ સુધી મજબુત બની ગયા છે કે જુલિયા અને ડેની વચ્ચે બોલાચાલી પણ થઇ રહી છે. આ ખેંચતાણ અને વિખવાદ વચ્ચે જુલિયા રોબર્ટસ તેમના લગ્ન સંબંધનો અંત આણી શકે છે તેવા અહેવાલ પણ મળ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે મિલ્સન અને જુલિયા વર્ષોથી એકબીજાને સાથ આપી રહ્યા છે. એકબીજા સાથે સમય ગાળી રહ્યા છે. આ બન્ને એકબીજાના પ્રેમમાં હોવાની બાબત પણ સપાટી પર આવી રહી છે. મિલ્સન સાથે જુલિયા ખુશ દેખાઇ રહી છે. બન્ને એકબીજા સાથે કપલ જેવુ વર્તન કરી રહ્યા છે. જુલિયા અને ડેની તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ મિલ્સનના કારણે લગ્ન જીવન ભંગાણના આરે છે તેવા અહેવાલ ચોક્કસ પણે મળ્યા છે. જેને સમર્થન મળી રહ્યુ છે. જુલિયાના લાખો સમર્થકો તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. જો કે કેટલાક હેવાલમાં આ બાબતોને રદિયો આપવામાં આવી રહ્યો છે.