હાલ શાહિદ કપુર અને મીરા રાજપુત સૌથી ચર્ચિત કપલ્સ

1089

શાહિદ કપુર અને તેની પત્નિ મીરા રાજપુત બોલિવુડના  સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સ તરીકે છે. બંને જ્યારે પણ સાથે નજરે પડે છે ત્યારે ફેન્સ તેમને ખુબ પસંદ કરે છે. મીરા શાહિદ કપુરની સાથે ફેશન શો અને ફેમિલી ઇવેન્ટસ્‌માં પણ સાથે નજરે પડે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ સામાન્ય રીતે મીરા શાહિદની સાથે ફોટો શેયર કરતી રહે છે. હવે મીરા રાજપુતે શાહિદ કપુર સાથે તેના લગ્ન જીવનના મામલે કેટલીક રોચક વાત કરી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે શાહિદ કપુર અને મીરા રાજપુત વચ્ચે વયમાં ૧૪ વર્ષનો અંતર છે. હેવાલ મુજબ મીરા રાજપુતે કહ્યુછે કે તે ક્યારેય અરેન્જ મેરિજને એક પડકાર તરીકે લેતી નથી. મીરાએ એમ પણ કહ્યુ છે કે દિલ્હીતી મુંબઇ આવ્યા બાદ તે ભારે ખુશ છે. તેને કોઇ પરેશાની થઇ રહી નથી. તેને સાઉથ મુંબઇ વધારે પસંદ છે. શાહિદ અને મીરા એક ફેશન મેગેઝિનને આપેલી મુલાકાતમાં કેટલાક વિષય પર વાત કરી રહી હતી. બંને જુદા જુદા સોશિયલ સર્કલમાંથી આવે છે. શાહિદે કહ્યુ છે કે બંનેના પરિવાર એક સંગઠન રાધા સ્વામી સત્સંગ સાથે જોડાયેલા છે. જેથી બંને વેજિટેરિયન છે. કોઇ પણ પ્રકારના નશા કરતા નથી. આની આગળ મીરા રાજપુતે એમ પણ કહ્યુ છે કે તે શાહિદ કપુરને પહેલા એક સામાન્ય માનવી તરીકે મળી હતી. તે સ્ટાર તરીકે શાહિદને મળી ન હતી. તમામ લોકો આ બાબત પણ સારી રીતે જાણે છે કે મીરા અને શાહિદ બે બાળકોના માતાપિતા બની ચુક્યા છે. સામાન્ય રીતે પરિવારા તમામ સભ્યો સાથે નજરે પડે છે. શાહિદ કપુરની છેલ્લે કબીર બોલિવુડની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ તરીકે જાહેર થઇ છે. લાંબા સમય બાદ શાહિદ કપુર ફરી સુપરહિટ  થઇ ગયો છે.

Previous articleસોફી ચોધરી તેમજ કિમ શર્મા વરૂણથી ભારે પ્રભાવિત
Next articleનડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : મેટ્‌સ વિલાન્ડર