પદ્મ વિભૂષણ માટે મેરીકોમ, પદ્મ ભૂષણ માટે પી.વી.સિંધુનાં નામની રજૂઆત

506

છ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી મહિલા બોક્સર એમસી મેરીકોમનું પદ્મ વિભૂષણ માટે નામાંકન કરવામાં આવ્યું છે. તે દેશના બીજા સૌથી મોટા સન્માન માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા એથલેટ છે. મેરીકોમને ૨૦૦૬માં પદ્મશ્રી અને ૨૦૧૩માં પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવી હતી. સ્ટાર શટલર પી વી સિંધુને પદ્મ ભૂષણ માટે નામાંકિત કરવામાં આવી.

સ્પોટ્‌ર્સ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બંને સિવાય રેસલર વિનેશ ફોગોટ, ટેબલ ટેનિસ પ્લેયર મણિકા બત્રા અને મહિલા ટી-૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કોરને પદ્મશ્રી પુરસ્કાર માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.

મેરીકોમ છ વાર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર એકમાત્ર બોકસર છે. તે સાત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એવોર્ડ જીતનારી પ્રથમ બોક્સર છે. ૩૬ વર્ષની મેરીકોમ પદ્મ વિભૂષણ મેળવનાર ચોથી ખેલાડી બની શકે છે. આ પહેલા ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ(૨૦૦૭), ક્રિકેટર સચિન તેંડુલકર(૨૦૦૮) અને પર્વતારોહક સર એમએન્ડ હિલેરી(૨૦૦૮)ને આ સન્માન આપવામાં આવ્યું છે.

બીજી તરફ સિંધુએ આ વર્ષે બીડબલ્યુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે આ ટુર્નામેન્ટને જીતનાર પ્રથમ ભારતીય બની હતી. હૈદરાબાદની ૨૪ વર્ષની શટલર સિંધુને પદ્મશ્રીથી સન્માનિત રવામાં આવી હતી.

વિનેશ, મણિકા અને હરમનપ્રીત સિવાય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, પૂર્વ શૂટર સુમા શિરુર અને પર્વતારોહક જુ઼ડવા બહેન તાશી અને નુંગ્શી મલિકનું નામ પણ પદ્મશ્રી માટે મોકલવામાં આવ્યા. એવોર્ડ વિજેતાના નામની જાહેરાત અગામી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવશે.

Previous articleનડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : મેટ્‌સ વિલાન્ડર
Next articleદબંગ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી અચાનક રાજીનામું આપ્યુ