રાજુલા તાલુકા પંચાયતનો ખખડધજ અને જર્જરીત ઢાંચો જેના નીચે તમામ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ તાલુકાની જનતાની સવારથી સાંજ સુધી ભીડ રહેતી હોય અને જો કોઈની ઉપર આ ઢાંચો પડશે તો કેટલી જાનહાની થાય તે તો ભગવાન જાણે પણ રાજુલા તાલુકા પ્રમુખ વલ્કુભાઈ, ચેરમેન અરજણભાઈ વાઘ તેમજ તાલુકા સદસ્ય જગુભાઈની ટીમ દ્વારા અમરેલી ખાતેથી ગાંધીનગર મોકલવું પડે જે જરૂરી કાગળો હજુ અમરેલીની ઓફિસોમાં બેદરકારીપૂર્વક અધિકારીઓના ટેબલોમાં પડ્યા છે તો તાલુકાની જનતાના પ્રતિનિધિની હેસીયતથી પ્રેસ આઉટ કરાયું છે કે જેનાથી જવાબદાર અધિકારીઓ જનતાના રૂપિયાથી અધધ પગારો ખાય છે અને જનતાના કામો માટેની જ તાલુકા પંચાયત કચેરી છે અને જે હાલત કચેરીની છે અને જનતાના કામો કરવા ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોરની જનતા વતી માંગ છે કે તાલુકા પંચાયત કચેરીનો જર્જરીત ખખડધજ ઢાંચો પાડી નવી બિલ્ડીંગની મંજુરી તાત્કાલિક આપી તાત્કાલિક નવા બિલ્ડીંગનું બાંધકામ જલ્દી કરવા અનુરોધ કરાયો છે.