મધ્યપ્રદેશથી એક અજીબ મામલો સામે આવ્યો છે. અહિંયાના વિદિશા જિલ્લાના સિરોંજ તહસીલના નાયબ મામલતદારએ એક વ્યક્તિ પાસે ૨૫ હજાર રૂપિયાની લાંચ માંગી, તો બિચારા ખેડૂતે નાયબ મામલતદારની ગાડીથી પોતાની ભેંસ બાંધી દીધી. ખેડૂત ભૂપત રઘુવંશી સિરોંજ તાલુકોના ગ્રામીણ પથરિયાનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, નાયબ મામલતદાર પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂત ભૂપત રઘુવંશીએ કહ્યું કે, તેમની જમીનની વહેચણીનો મામલો ૭ મહિનાથી લબિંત છે. તે મામલતદાર ઓફિસના ઘણા ચક્કર પણ લગાવી ચૂક્યો છે. પરંતુ મામલતદાર ૨૫ હજાર રૂપિયા માંગી રહ્યો હતો. તે કહે છે,’મારી પાસે આટલી મોટી રકમ ન હતી. જો મારી પાસે કોઇ કિંમતી વસ્તુ છે, તો તે મારી ભેંસ છે. માટે મેં નાયબ મામલતદારને તે આપી દીધુ.’ભૂપતના આરોપ પર નાયબ મામલતદાર સિદ્ધાર્થ સિંઘલએ કહ્યું,’મારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. આ બધુ ભૂપત પ્રખ્યાથ થવા માટે કરી રહ્યો છે. જોકે, જ્યારે ભૂપતના અટકેલા કામ માટે સવાલ પૂછવામાં આવ્યો તો તેમને કોઇ જવાબ આપ્યો નહી.’ રિપોર્ટ અનુસાર, લાંબી ચર્ચા બાદ ભૂપત પોતાની ભેંસ પરત લઇ ગયો અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નામે એક મેમોરેંડમ મૂકી ગયો. આ મેમોરેંડમ તેણે એસડીએમ (સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ) સંજય જૈનને સોંપ્યો થે, જેમણે આ મામલા પર તપાસ બાદ યોગ્ય કાર્યવાહીનું આઆશ્વાસન આપ્યું છે.