ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટ શાશનને કારણે પરિવહનની એસ.ટી. બસોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. જેના પરિણામે ગુજરાતની આમ જનતાએ મજબુરીમાં ટ્રકો અને ખાનગી ખુલ્લા વાહનોમાં પ્રસંગો પારપાડવા જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. ગુજરાતના ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામ પાસે એક કોળી પરિવારની જાન સાથેની એક ટ્રક પલટી ખાઈ જતા ૨૬ લોકોના ઘટના સ્થળે મુત્યુ થયા છે જયારે ૩૦ જેટલી વ્યક્તિઓ ગંભીરરીતે ઘાયલ થયેલ છે. રંધોળા ગામના તથા આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચીને ઘાયલ લોકોને બચાવવા અને મૃતકોને બહાર કાઢવાની યુધ્ધના ધોરણે કામગીરી કરીને માનવતાનું ઉત્કર્ષ ઉદાહરણ પૂરું પાડેલ છે. દુર્ઘટનામાં મુત્યુ પામનાર લોકોને શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષ તરફથી હદયપૂર્વકની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૃતકોના પરિવારને ૫ લાખ રૂપિયાની સહાય અને ઘાયલ થયેલ વ્યક્તિઓના સારવારનો તમામ ખર્ચ ગુજરાત સરકાર આપે તેવી માંગ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરેલ છે.