શેરબજારમાં દિવસના અંતે કડાકો થયો છે. જેમાં સેન્સેક્સ -૧૬૬.૫૪ અંક એટલે કે ૦.૪૫% ટકાના ઘટાડા સાથે ૩૭,૧૦૪.૨૮ પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૫૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦,૯૮૨.૮૦ પર બંધ રહી છે.
શેરબજારમાં દિવસની શરૂઆતમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +૧૧૯.૭૯ અંક એટલે કે ૦.૩૨% ટકાના વધારા સાથે ૩૭,૩૯૦.૬૧ પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +૩૮.૩૫ પોઈન્ટના વધારા સાથે ૧૧,૦૭૪.૦૫ પર ટ્રેડ થઇ રહી હતી.
ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયા ઉછાળો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૨૨ પૈસા વધ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૭૧.૪૩ ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો ૭૧.૬૫ પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.