ટેફેની મફતમાં ટ્રેક્ટર ભાડે આપવાની સેવા- ‘જેફાર્મ સર્વિસિસ’ વિજય રૂપાણી સરકાર દ્વારા ગુજરાતમાં રજૂ થઈ

490

ટેફેનીની ‘જેફાર્મ સર્વિસિસ’ સીએસઆર પ્રવૃત્તિ છે જે ટેફેનીની ભારતના ખેડૂતોના જીવનને સમૃદ્ધ બનાવવાની દૂરદર્શિતા ધરાવતી પ્રવૃત્તિ છે. ગુજરાત સરકારની ભાગીદારી સાથે શ્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ તથા ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંઘ તોમર અને શ્રી રણછોડભાઈ ચનાભાઈ ફળદુ, મિનિસ્ટર ઓફ એગ્રિકલચર, રૂરલ ડેવલોપમેન્ટ શ્ ટ્રાન્સપોર્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત હાજર રહ્યા હતા.

ટેફેનીની જેફાર્મ સર્વિસિસનો હેતું નાના અને સીમાંત ખેડૂતોને ટ્રેક્ટર્સ અને આધુનિક ખેતીના સાધનો દ્વારા ખેતીને લગતા સાધનો પૂરા પાડવાનો છે. આ ઉપરાંત સ્થાનિક હવામાન આગાહી, નવા ભાવો, ખેતીને લગતા સમાચારો સતત આપતા રહેવા, તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનો હેતુ છે.

જેફાર્મ ખેડૂતોને ટ્રેક્ટર્સ અને ખેતીના આધુનિક સાધનો ભાડે આપવાની સુવિધા પૂરી પાડે છે, તેના ફાર્મર ટુ ફાર્મર (એફ૨એફ) યોજના અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓના ખેડૂતોને મફતમાં ભાડેથી ટ્રેક્ટર્સ પૂરા પાડશે. ટેફેનીની જેફાર્મ સર્વિસિસ ગુજરાત સરકારના ખેતી વિકાસના અધિકારીઓ સાથે જોડાણ કરશે જેનાથી તેના લાભ વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચી શકે.

ગુજરાતના ગ્રામીણ લોકોમાં ખેતીએ હજી પણ મુખ્ય વ્યવસાય છે. ગુજરાતમાં કામ કરતા ૫૨% લોકો પોતાની રોજીરોટી માટે ખેતી પર આધાર રાખે છે. તેમના માટો ભાગના નાના અને સીમાંત ખેડૂતો છે, ખેતીના આધુનિકીકરણ દ્વારા રાજ્યમાં ઉત્પાદકતાની વૃદ્ધિની ભરપૂર ક્ષમતા છે.

ટેફેનીના ચેરમેન અને સીઈઓ મલ્લિકા શ્રીનિવાસનને કહ્યું હતું કે, ભારત નાના ખેતરોની ભૂમિ છે. દેશના મોટા ભાગના ખેડૂતો અંદાજીત ૮૫% લોકો પાસે પોતાની આવક અને નફો વધારવા માટે ખેતીના પૂરતા સાધનો નથી.

જેફાર્મ સર્વિસિસ એ સીએસઆર પ્રવૃત્તિ છે જે ખેડૂતોને ભાડેથી પોતાના ટ્રેક્ટર્સ અને ખેતીના સાધનો પૂરા પાડે છે અને નાના ખેડૂતો જેફાર્મ સર્વિસિસની એપ પરથી સીધી આ સર્વિસ મેળવી શકે છે. અમારો હેતુ ગુજરાતના ખેડૂતો પાસે પહોંચવાનો છે, સમગ્ર દેશના ખેડૂતોના જીવનને સ્પર્શવાનો તથા આપણા માનનીય વડાપ્રધાનના ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બેગણી કરવાના વિઝનને પૂરો કરવાનો છે.

જે ખેડૂતો ખેતીના આધુનિક સાધનો ઈચ્છે છે તેઓ જેફાર્મ સર્વિસિસ એપ દ્વારા ટ્રેક્ટરના માલિકો અને ખેતીના સાધનો ધરાવતા માલિકો દ્વારા સંચાલિત કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી) સાથે જોડાયેલા રહેશે. જેનાથી આ સુવિધાઓના ભાડામાં પારદર્શિતા રહેશે અને ગુણવત્તા તથા યોગ્ય સમયે પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રીત રહેશે. જેફાર્મ સર્વિસિસ એપ ખેડૂતો અને ખેતીના સાધનો ભાડે આપતા માલિકોને મોટુ મંચ પૂરૂ પાડે છે જેના દ્વારા તેઓ ખેતીના સાધનો ભાડે આપવા અને લેવા અંગે ચર્ચા કરી શકે છે અને પોતાની જરૂરીયાતો પૂરી કરવા માટે એકબીજા સાથે સંપર્કમાં રહીને વાટાઘાટો કરી શકે છે.આ મંચ સાથે ટેફેની ટેકનોલોજીના લાભો ખેડૂતોને પહોંચાડીને તેમની આવકમાં વધારો કરશે. ટેફેનીના પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને કોર્પોરેટ રિલેશન્સના પ્રમુખ અને સીઓઓ ટી આર કેસવને કહ્યું હતું કે ટેફેની ગુજરાત સરકાર દ્વારા હાથ મીલાવીને જેફાર્મ સર્વિસિસ રજૂ કરી રહી છે જે રાજ્યમાં આર્થિક મોડલની વહેંચણી સાથે ખેતીની ઉત્પાદકતા અને વૃદ્ધિ કરશે.

આ પગલું રાજ્યને ખેતીમાં આધુનિકરણ લાવવામાં મદદરૂપ સાબિત થશે. જેફાર્મ સર્વિસિસ સંપૂર્ણપણે પારદર્શક છે અને તેમાં કોઈ પણ જાતના છૂપા ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી.

ખેડૂતો જેફાર્મ સર્વિસિસ એન્ડ્રોઈડ એપ દ્વારા કે પછી ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર૧૮૦૦-૪-૨૦૦-૧૦૦ / ૧૮૦૦-૨૦૮-૪૨૪૨ પર ફોન કરીને ટ્રેક્ટર્સ અને સાધનો ભાડે લઈ શકે છે. આ એપ સસ્તા એન્ડ્રોઈડ ફોનમાં પણ કામ કરશે અને તેમાં ડેટાનો વપરાશ ઓછો થાય તે રીતે તેને ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ગુજરાતી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓ પણ સામેલ છે. જેફાર્મ સર્વિસિસ એપ ડિજિટલ ઈન્ડિયાની પહેલનું એક અદ્દભુત ઉદાહરણ છે, જે ભારતીય ખેતી માટે લાભદાયક છે. ટેફેનીની આ સર્વિસ ભારતીય ખેડૂતોને ડિજિટલ રીતે સશક્ત બનાવશે જેનાથી ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોની નવી પેઢી તૈયાર કરશે અને રોજગારીની નોંધપાત્ર તકો પણ ઊભી કરશે.

ગુજરાત ઉપરાંત જેફાર્મ સર્વિસિસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ જેવા રાજ્યોમાં પણ પોતાની હાજરી ધરાવે છે અને ૩૧૪૦૦૦ગ્રાહકો આનાથી લાભાન્વિત થયા છે. આ ઉપરાંત ૮૨૫૦૦૦ કલાકો ખેતીના સાધનો ભાડેથી ઉપયોગમાં લેવાયા છે. જેફાર્મ સર્વિસિસ અત્યંત ટૂંકા ગાળામાં ભારતની સૌથી અગ્રણી અને સૌથી મોટી ખેતીના સાધનો પૂરા પાડતી કંપની બની ગઈ છે.

Previous articleઓલા, ઉબર ટેક્સી સેવાઓની વર્તમાન આર્થિક મંદીમાં મોટી ભૂમિકા નહીઃ મારુતિ સુઝુકી
Next articleવેપારીને હનીટ્રેપમાં ફસાવી ૧૦ લાખની ખંડણી માંગતા ૩ ઝડપાયા