અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં શહેરમાં બે ફામ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તેના પગલે જ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગને કારણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાયું છે. શહેરનો સરખેજ વિસ્તાર હોય કે બોપલ કે પછી નારોલથી નરોડા વિસ્તાર તમામ જગ્યાએ આ જ દ્રશ્યો છે.
એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતા શહેરમાં બેફામ રીતે પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યોં છે અને આ પ્લાસ્ટિક કચરા સ્વરુપે કચરાના ઢગલામાં પણ જોવા મળી રહ્યું છે. શહેરીજનો પણ સવાલો ઉઠાવી રહ્યાં છે કે તંત્ર દ્વારા જો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પ્લાસ્ટિકની થેલીઓ વેચાય છે કેવી રીતે અને આ મામલે લોકોએ પણ જાગૃત થવું પડશે તેવું પણ લોકો માની રહ્યાં છે.
૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના વેચાણ પર એએમસીએ પ્રતિબંધ લગાવ્યો છે. અને આવું પ્લાસ્ટિક વેચતા હોય તેવા વેપારીઓને દંડવામાં પણ આવ્યા છે. છતા આ પ્લાસ્ટિકના વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ જોવા મળતો નથી. સૌથી વધુ એટલે કે શહેરમાં ૭૦થી ૮૦ ટકા પ્લાસ્ટિકની થેલીનો વપરાશ જમાલપુરના શાકભાજી માર્કેટમાં જોવા મળી રહ્યોં છે. જો કે વેપારીઓ માની રહ્યાં છે કે જન સુખા કારી માટે જે નિર્ણય લેવાયા છે તે સ્વિકારવા જોઈએ. આ પ્લાસ્ટિક પર્યાવરણ અને માનવજાત માટે હાનીકારક હોય તે ના થવું જોઈએ. સરકારી ધારા ધોરણ પ્રમાણેના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ.