શહેરના સર ટી. હોસ્પિટલમાં ગોઝારી ઘટનાના ઈજાગ્રસ્ત તથા મૃતકોના શબને પી.એમ. અર્થે લાવવામાં આવ્યા હોય આ દુઃખદ પ્રસંગે ભોગગ્રસ્તોને સાંત્વના પાઠવવા માટે શહેર-જિલ્લાના રાજકિય અગ્રણીઓએ લાઈન લગાવી હતી. જેમાં સૌપ્રથમ મેયર નિમુબેન બાંભણીયા, વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, ડે.મેયર મનભા મોરી, કોર્પોરેટરો, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, આત્મારામ પરમાર, પ્રવિણ મારૂ તેમજ કોળી સમાજના રાજુ સોલંકી, ગુજરાત રાજ્ય કોળી સમાજના અધ્યક્ષ દિવ્યેશ સોલંકી સહિતનાઓ હતભાગીઓને સાંત્વના આપવા માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ દુઃખદ પ્રસંગને લઈને સાંસદ ભારતીબેન શિયાળ પણ દિલ્હી ખાતે ચાલી રહેલ શરૂ સત્ર છોડી હવાઈ માર્ગે આવવા રવાના થઈ ગયા હતા.