ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર અને ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકીને રંઘોળા અકસ્માતની જાણ થતા તેઓ ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને સર ટી. હોસ્પિટલે પહોંચી મૃતકના સ્વજનોને સાંત્વના આપી હતી અને ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા અને યોગ્ય સારવાર કરવા માટે પણ ભલામણ કરી હતી. આ ઉપરાંત તેઓ અનિડા ગામે પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ ગ્રામજનોને સાંત્વના પાઠવી હતી અને મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.