અનિડા ગામના કોળી પરિવારના જાનનો ટ્રક રંઘોળા નજીક પુલ પરથી ખાબકતા થયેલા ગોઝારા અકસ્માતની જાણ થતા જ ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો સર ટી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા ઉપરાંત મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી અને ડોક્ટરોને સત્વરે સારવાર કરવા ભલામણ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.