રાણપુરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને વિદાય આપાઈ

374

બાબરા તાલુકા ના કલોરાણા ગામે રહેતા યુવક ના પારકી પરણેતર સાથે આડાસબંધ ના કારણે બે પરિવારો વચ્ચે તલવાર લોખંડ ના પાઈપ વડે સશસ્ત્ર ધીંગાણું અંગે બંને પક્ષે બાબરા પોલીસ માં રાવ કરતા ફોજદાર એ.વી,પટેલે વિધિવત તપાસ હાથ ધરી છે

પ્રથમ ફરિયાદ માં કનુભાઈ ઝવેરભાઈ મકવાણા એ જણાવ્યા મુજબ (૧) કાનાભાઈ ગોબરભાઈ સાકરીયા રહે કલોરાણા (૨)વિલુભાઈ ભીમજીભાઈજાદવ રહે વાવડા (૩)કાનાભાઈ ગોબરભાઈ ના પત્ની રહે.કલોરાણા ને શંકા હતી કે તેમના  મામાના દીકરા સુભાષના પત્ની સાથે  આડા સંબંધ હોય પાંચમના દીવસે તેને ફરવા લઈ ગયેલ હોય જે બાબતનુ મનદુખ રાખી તલવારનો એક ઘા માથાના ભાગે મારેલ તેમજ લોખંડના પાઈપ વડે મારી તેમજ  છુટા પથ્થરના ઘા મારી,  જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરવા સબબ ફરિયાદ આપી છે જયારે સામા પક્ષે કાનાભાઈ ગોબરભાઈ સાકળીયા રહે કલોરાણા તા.બાબરા ની ફરિયાદ માં જણાવ્યા મુજબ  (૧) કનુભાઈ ઝવેરભાઈ મકવાણા (૨) જીતુભાઈ જવેરભાઈ મકવાણા (૩) જવેરભાઈ ગગજીભાઈ મકવાણા (૪) ધીરુભાઈ વિરકાભાઈ મકવાણા રહે.તમામ વાવડા તા.બાબરા ના ફઈના દીકરા ઉકાભાઈના દીકરા સુભાષની પત્ની કાળીબેનની સાથે કનુભાઈ ઝવેરભાઈ મકવાણા ને ત્રણ વર્ષથી આડો સંબંધ હોય જે બાબતે અવાર નવાર ઠપકો આપવા છતા દાદગીરી કરતો હોય જે બાબતે ફરીયાદી સાથે મનદુખ ચાલતુહોય  જેથી  ચડામણીથી ધારીયા તથા લોખંડની પાઈપથી ડાબા હાથની હથેળી ઉપર તેમજ સાહેદને માથાના ભાગે ધારીયાના બે ઘા મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની કોશીશ કરી,જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ સબબ ફરિયાદ આપતા હાલ તપાસ શરૂ થઈ છે જયારે ઈજા ગ્રસ્ત રાજકોટ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે

Previous articleકલાકારોના સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલ એવોર્ડ પરત
Next articleજીતુભાઈ વઘાણીના જન્મદિવસ નિમિત્તે તક્ષશિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ