મહુવા ના સમુદ્ર કિનારે આવેલા દયાળ ગામની શેરીયુ મા ઠેર ઠેર ગણપતિ મહોત્સવ ઉજવાયો હતો જેમા નાની બાળા ઓ અને બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવી ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો ઘરે જ રંગરુપ કરી દરરોજ સવારે સાજ શણગાર કરી આરતી પુજા અર્ચના કરવા મા આવતી જેમા પરીવાર ના સભ્યો આગેવાન વડીલો સહીત જોડાતા હતા અને શેરી ગણેશ મય બની ગઈ હતી જ્યારે ૧૦ દિવસ બાપા ની આરાધના મા ભાવિકો લીન રહ્યા હતા અને આજે સવારે રતનેસ્વર મહાદેવ વિશાળ સમુદ્ર મા ગણપતિ બાપા મોરિયા અગલે બરસ જલ્દી આ..ના નાદ સાથે ભાવ ભરી વિદાય આપવા આવી હતી જ્યારે બાળાઓ અને ભુલકા ઓને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી અશોક બાટીયા. યોગેશ બાટીયા. ભુમીકા બાટીયા. ચંપા ચૌહાણ સહીતના મહિલા અને આગેવાનો જોડાયા હતા સમુદ્ર કિનારે જ પુજા અર્ચના કરવા મા આવી હતી અને નહી ડી. જે નહી ઢોલ નગારા નહી ગુલાલ કંકુ સાદી રીતે જ ધરે થી ખંભા ઉપર ઉચકીને ચેક સમુદ્ર કિનારે ચાલતા ચાલતા પહોચ્યા હતાં.