આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વમાં મેમન સમાજના વિકાસ તથા ઉત્કર્ષ માટેકામ કરતી સંસ્થા વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનએ સંસ્થાના માર્ગદર્શક અને નોર્થ ઈન્ડીયા ચેપ્ટરના પ્રમુખ જનાબ અહેશાનભાઈ ગડાવાલા તથા હાઉસીંગ પ્રમુખ જનાબ શફીભાઈ મુલાનીના માર્ગદર્શન હેઠળ તા. ૧૩ તથા ૧૪ સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે એક મેમન યુથ પાર્લામેન્ટ ર૦૧૯નું આયોજન કરેલ છે. આ પાર્લામેન્ટમાં મેમન ઓર્ગેનાઈઝેશન ભાવનગર તરફથી એક પ્રતિનીધિ મંડળ- ભાવનગર ઉ.સ્ર્.ં. ના સીટી ચેરેમન જનાબ હાજી જાવેદભાઈ દૌલા તથા ઉ.સ્ર્.ં. યુથ વીંગ ભાવનગરના પ્રમુખ જનાબ શકીલભાઈ લાખાણી દ્વારા નક્કી કરવામાં આવેલ. જેમાં ભાવનગર ડબ્લ્યુ.એમ.ઓ.નું પ્રતિનીધિ જનાબ જાહીદભાઈ ભરૂચા (લાઈફ મેમ્બર ડબલ્યુ.એમ.ઓ.) તથા જનાબ ઈમ્તીયાઝભાઈ પાંચા (મેમ્બર ડબલ્યુ.એમ.ઓ.) અને જનાબ અબ્દુલ્લાભાઈ હમીદાણી (ડબલ્યુ.એમ.ઓ. ઉપપ્રમુખ યુથવીંગ, ભાવનગર) કરશે જેમાં મેમન સમાજને સ્પર્શતા તમામ મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં રજુઆત કરવામાં આવશે. પ્રતિનીધિ મંડળની આગેવાની જનાબ જાહીદભાઈ ભરૂચા કરશે સાથે માર્ગદર્શન અબ્દુલા હમીદાણી અને ઈમ્તીયાઝ પાંચા આપશે તેમ સીટી પ્રમુખ જનાબ હાજી જાવેદભાઈ દૌલાની યાદીમાં જણાવ્યું છે.