રાણપુરના ખોખરનેશ ગામે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

403

બોટાદ જીલ્લાના રાણપુર સી.આર.સી.તાબાની પ્રાથમિક શાળાઓનું વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન રાણપુરના ખોખરનેશ પ્રાથમિક શાળા ખાતે યોજાયુ હતુ.જેમાં ૯ શાળાઓમાંથી ૧૯ અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં પાંચ વિભાગમાં પ્રદર્શન યોજાયુ હતુ.સ્કુલના શિક્ષકો તથા શાળાના વિદ્યાર્થીઓએ કૃતિઓ બનાવી હતી.આ કાર્યક્રમ સી.આર.સી.ઈન્ચાર્જ પે.સેન્ટર આચાર્ય કાદરભાઈ કોઠારીયા, જીલ્લા પ્રા શિક્ષણાધિકારી ડુમરાળીયા, બી.આર. સી.કો.ઓ રમેશભાઈ સોલંકી ના માર્ગદર્શન તથા ખોખરનેશ પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ મકવાણા સહીત સ્ટાફ ના સહકારથી પ્રદર્શનને વિશેષ સફળતા મળી હતી.આ પ્રદર્શન કાર્યક્રમમાં.પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી હસમુખભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.આ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ને નિહાળવા મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓ આવ્યા હતા અને ભારે રસ પુર્વક પ્રદર્શન નિહાળ્યુ હતુ.

Previous articleશુક્ર- શનિ બે દિવસ મુંબઈમાં મેમન યુથ પાર્લામેન્ટ – ર૦૧૯ યોજાશે
Next articleકોંગ્રેસે કમિશ્નરને આવેદનપત્ર આપી ખરાબ રોડની કરેલી રજૂઆતો