ભાવનગર શહેરના રોડ રસ્તાની કફોડી સ્થિતિ મુદ્દે આજે શહેર કોંગ્રેસ અને મ્યુ. કોંગ્રેસ પાર્ટીના ઉપક્રમે નગરસેવકો અને લોક દ્વારા કમિશ્નરને આવેદન પત્ર આપી શહેરના રસ્તાઓ તાકિદે રિપેર કરવાની માંગ ઉઠાવી હતી. શહેર કોંગી પ્રમુખ પ્રકાશ વાઘાણી અને કોંગી નેતા જયદિપસિંહ ગોહિલની આગેવાની તળે કમિશ્નર ગાંધી પાસે રસ્તા મુદ્દે રજુઆતો કરી હતી. કમિશ્નરે રસ્તાઓની રજુઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી ઉચારી હતી.
રહિમ કુરેશી, પારૂલ ત્રિવેદી, હિમત મેણીયા, ભરત બુધેલીયા, ગીતાબેન મેર, કાંતિભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ ચુડાસમા, જીતુભાઈ સોલંકી વિગેરે હાજર રહ્યા હતાં. આવેદનપત્ર આપતી વેળા વિવિધ વોર્ડના લોકોની સંખ્યા પણ ખાસ હાજર રહેલ.