સમગ્ર ગોહિલવાડ સહિત ભાવનગર શહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવના વિશાળ અને ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં આજે અંતિમ દિવસે શ્રીજીની વિસર્જન યાત્રાઓ કાઢી કોળીયાક સહિત સ્થળોએ ગણપતીનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. શહેરના મોટા આયોજકો દ્વારા આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે અનંત ચતુદર્શીએ વિસર્જન કરાતુ હોય ભાવિક ભક્તોની વિશાળ હાજરીમાં આયોજકો દ્વારા ડી.જે.ના તાલ સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને કોળીયાક ખાતે પહોચી ગણપતી બાપા મોરયા અગલે બરસ તુ જલદી આના નારા સાથે ગણપતી દાદાને ભાવભેર વિદાય આપી હતી.
તસવીર : મનીષ ડાભી