લોકોનાં આરોગ્ય સાથે ચેડાં…ધો. ૧૨ સુધી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો

486

ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પરપ્રાંતિય શખ્સ કોઇ પણ મેડિકલની ડિગ્રી વગર ડોક્ટર હોવાની ઓળખ આપી પ્રેકટીસ કરતો હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી આથી એસઓજી ટીમના દાદુભાઇ, મહિપતસિંહ, ડાયાલાલ, વિક્રમભાઇ સહીતનાએ મેથાણ પીએચસીના ડો. રોહન પટેલને સાથે રાખી રાજચરાડી ગામે દરોડો કર્યો હતો. જ્યાં છેલ્લા દોઢ માસથી મકાન ભાડે રાખી ક્લીનીક ચલાવતા પશ્ચિમ બંગાળના રાંદીયા જિલ્લાના બીરા ગામના ગૌતમ ઉર્ફે રાજુ અશોકભાઇ બિસવાસને ઝડપી લીધો હતો.

પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન સહીત કુલ રૂપિયા ૧૦,૭૧૮ નો મુદ્દામાલ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર ગૌતમ બિસવાસને પોલીસે પુછપરછ કરતા માત્ર ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. અને સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહીતના રોગોની જાણકારી હોવાના આધારે ક્લિનીક શરૂ કરી દીધું હતું.

Previous articleમોરારિબાપુના સમર્થનમાં ભીખુદાન-કિર્તીદાન ગઢવીએ ‘રત્નાકર’ એવોર્ડ પરત કર્યો
Next article વિસર્જન કરાયેલી મૂર્તિઓનો કચરાના ઢગમાં નિકાલ કરાયો