ત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે કાર્યક્રમ ટૂંકમાં જાહેર થશે

363

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ કોઇપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમકરીતે ચૂંટણી તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી વ્યૂહરચનાઓની બેઠકમાં લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવે તે પહેલા જ આ રાજ્યોમાં મોટી લોકલક્ષી જાહેરાતો કરવામાં આવી શકે છે. ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલમાં રહેલી છે. રાષ્ટ્રીય મહામંત્રીઓની બેઠક આજે યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ ઉપર સમીક્ષા થઇ હતી. ઝારખંડમાં ૨૦૧૪માં ચૂંટણી યોજવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ હવે કોઇપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ શ્રેણીબદ્ધ ચૂંટણી બેઠકો યોજનાર છે. આગામી ૧૦ દિવસ અથવા તો સાત દિવસની અંદર જ ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે. મામલા ઉપર નજર રાખી રહેલા લોકોએ આ મુજબની વાત કરી છે.

ગુરુવારના દિવસે મોદીએ ઝારખંડની મુલાકાત લીધી હતી. મોદીએ અહીં સાહિબગજ મલ્ટીમોડલ ટર્મિનલ સહિત શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી. નવા વિધાન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર દ્વારા હાલમાં સરકારની યોજનાઓના સંદર્ભમાં માહિતી આપવામાં આવી રહી છે. મોદી સરકાર તેની બીજી અવધિમાં સતત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ સરકારની સિદ્ધિઓની રજૂઆત ચાલી રહી છે. મોદી દ્વારા બીજી અવધિમાં જે સિદ્ધિઓ મેળવવામાં આવી છે તેની રજૂઆત થઇ રહી છે. હરિયાણામાં મોદીએ ૮મી સપ્ટેમ્બરના દિવસે રોહતકમાં એક રેલી કરી હતી. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આયુષ્યમાન ભારત કવરને વધારવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત મેડિકલ કવરમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે સેનિટેશન વર્કરોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં તેમનો પગાર ૧૩૫૦૦થી વધારીને ૧૫૦૦૦ કરવામાં આવ્યો છે જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં તેમનો પગાર ૧૧૦૦૦થી વધારીને ૧૩૫૦૦ કરવામાં આવ્યો છે. વધુ નાના અને મધ્યમ કારોબારીઓને પણ ઇન્સ્યોરન્સ સ્કિમ હેઠળ આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસો આક્રમક બની શકે છે. ભારતના નેતાઓએ આશા વ્યક્ત કરી છે કે, શિવસેના સાથે બેઠકોની વહેંચણી માટેની ચર્ચા સફળ રહેશે. ૨૦૧૪માં શિવસેનાએ ૬૩ સીટો જીતી હતી જ્યારે ભાજપે ૧૨૨ સીટો જીતી હતી.

Previous articleમધ્યપ્રદેશ : ગણેશ વિસર્જન વેળા ડુબી જવાથી ૧૧ મોત
Next articleપાક.ની ધરતી પર જ આતંકવાદના બીજ રોપાયા : ઇમરાનનું કબૂલાતનામુ